ચરોતર પંથકના નડિયાદમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 183માં સમાધિ મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે. આ ઉત્સવ નિમિત્તે 7મી ફેબ્રુઆરીથી 13મી ફેબ્રુઆરી દરમ્યાન યોજાનારી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કથાકાર રમેશભાઈ ઓઝા ( ભાઈશ્રી) કરાવશે.
આ કથા માટે મંદિરના પટાંગણમાં વિશાળ મંડપ બાંધવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં લોકો શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરશે. આ ઉપરાંત 14મી ફેબ્રુઆરી મહાસુદ પૂનમના દિવસે પ.પૂ શ્રી સંતરામ મહારાજના 183માં સમાધિ મહોત્સવ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવાશે.
કથાનો સમય
સવારે 9.30થી 12.30 કલાક
બપોરે 3.30થી 6.30 કલાક
કાર્યક્રમની રૂપરેખા
કથાના પ્રથમ દિવસે સાડા ત્રણ વાગ્યે શોભાયાત્રા ( પોથીયાત્રા) નીકળશે. જે પ.પૂ. સંતરામ મહારાજની સમાધિ સ્થાન મંદિરની પરિક્રમા કરશે. શોભાયાત્રા મંદિરથી નીકળી વિઠ્ઠલ કન્યા વિધાલય રોડ, સંતરામ સોસાયટી, ઓપનએર થિયેટર થઈને વ્યાસપીઠ કથા સ્થળે આવશે.
Reader's Feedback: