ખેડા જિલ્લાના નડિયાદ શહેર ખાતે સંતરામ મંદિર પટાંગણમાં 21મી માર્ચ, શુક્રવારના રોજ ચરોતર રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્રારા સ્વૈચ્છિક રક્તદાન શિબીરનું આયોજન થવા પામ્યું છે.
સંતરામ મંદિર ખાતે સવારે સાડા આઠ વાગ્યેથી સાડા બાર દરમ્યાન કોઈ પણ વ્યક્તિ સ્વૈચ્છિક રક્તદાન કરી શકે તે માટે સવિશેષ આયોજન થવા પામ્યું છે.
ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ, સંતરામ મંદિર અને આઈ લવ નડિયાદ ( સોશ્યલ કોન્યૂનિટી ) સહભાગીદારી નોંધાવી છે.
ટ્રસ્ટના પ્રમુખના મતે આજ દિન સુધી માનવ લોહી મશીન વડે બનાવી શકાયું નથી. પશુ પંખી જીવજંતુનું લોહી વાપરી શકાતું નથી. વનસ્પતિ, તેલ, ગેસ કે પાણીનાં કુવાની જેમ લોહી કુદરતમાંથી મળતું નથી મસમોટા કારખાના કે નાની પ્રયોગશાળામાં પણ બનતું નથી એ મળે છે. મબલખ પ્રમાણમાં – પોતાના ભાઈભાંડુ માટે ઉદાત્ત ભાવનાથી આપનાર માનવ પાસેથી, રક્તદાનનું મહત્વ વિલક્ષણ છે.
ટ્રસ્ટના ટ્રસ્ટીઓના મતે સમાજ અને દેશ પ્રત્યે ઉપયોગી થવાની આપણને બઘાંને ઈચ્છા હોય છે. બધા કાંઈ દેશની રક્ષા કરવા સરહદે દોડી જનારા સૈનિકો નથી બની શકતા, દર્દીઓના પ્રાણ બચાવનાર ડૉક્ટરો પણ નથી બની શકતા, પણ આપણે સૌ રક્તદાન કરીને દેશની રક્ષા કરનાર સૈનિકોને કે મૃત્યુમુખે પડેલા દર્દીઓને બચાવવા જરુર પ્રયાસ કરી શકીએ.
આજે આપણે જ્યારે આધુનિક સગવડો ભોગવીએ છીએ ત્યારે તેના માટે નવી જવાબદારીઓ પણ ઉઠાવવી પડે છે રક્તદાન નવા જમાનાની નવી જવાબદારી છે લોકશાહીને વરેલા આપણા દેશ માટે રક્તદાન એક સુંદર ઉદાહરણ છે લોકોનો અંગત સ્વેચ્છિક વ્યક્તિગત ફાળો એ લોકશાહીનું પરમ બળ છે. રક્તદાન પણ લોકોનો અંગત સ્વૈચ્છિક અને વ્યક્તિગત ફાળો જ છે ને. રક્તદાન એ સામાજીક વીમો છે આજે મૃત્યુમુખે ઘકેલાયેલા કોઈ દર્દીને માટે તમે રક્ત આપો તમારી તેવી વસમી વેળાએ સમાજ આખો તમારી પડખે ઉભો રહેશે. રક્તદાન એ સ્વેચ્છાએ સ્વીકારેલો સામાજીક વેરો છે, વીમાનું પ્રીમિયમ છે રક્તદાન એ તંદુરસ્ત વ્યક્તિની નબળાં અને બીમાર પ્રત્યેની સંભાળ અને અનુકંપાનું પ્રતીક છે. માનવ તરીકેનાં જીવનની સાર્થકતા, ફરજ પાલન અને ગીતાબોધ્યા નિષ્કામ કર્મની મજા રક્તદાનમાં છે સમાજનું રુણ ચુકવવાની ભાવના અહીં છે.
આ ટ્રસ્ટ ચરોતરના યુવાનો દ્રારા બનાવવામાં આવ્યું છે. ગ્રામીણ ક્ષેત્રોમાં વિવિધ સ્તરે જાગૃતિ ફેલાઈ તે જરૂરી છે. જેથી આ ટ્રસ્ટ દ્રારા વિવિધ પ્રકારના સેવાકીય આયોજન થયા છે.
RP
Reader's Feedback: