સરકારી નોકરી પ્રાપ્ત કરવી સરળ નથી તેવી જ રીતે સરકારે એવાં પગલાં ભર્યાં છે કે જેથી સરકારી નોકરી છોડવી સરળ નહીં રહે. સરકારી અધિકારીઓને કોર્પોરેટ કે બીજી જગ્યાએથી સારી જોબ ઓફર થાય છે ત્યારે તે સરકારી નોકરી છોડીને જતા રહે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ પોતાના એક આદેશમાં તમામ મંત્રાલયો અને વિભાગોને કહ્યું છેકે તેઓ સંદર્ભે જારી કરાયેલી નવી ગાઈડલાઈન્સનું કોઈ પણ કિંમતે પાલન કરે. નોકરી છોડવા અને અન્ય જગ્યાએ આવેદન કરનારાઓ વિરુદ્ધ કડકાઈથી નિર્ણય લેવાનું કહેવાયું છે.ડીઓપીટીએ પોતાના નિર્દેશમાં કહ્યું છેકે સર્વિસ રૂલ્સમાં સ્પષ્ટ થઈ ગયું છેકે સરકાર સામાન્ય લોકોના હિતમાં સરકારી કર્મચારીઓને નોકરી છોડવાની એપ્લિકેશનને પણ રોકી શકે છે. ડીઓપીટીએ કહ્યં કે આવા સંજોગોમાં અધિકારોનો ઉપયોગ કરવામાં આવે. ડીઓપીટીના આ નિર્દેશ પ્રાઈવેટ જોબ્સમાં આવનારા અન્ય વિભાગોમાં નવી નોકરી માટે આવેદન કે ટ્રાન્સફર પર પણ લાગુ થશે.
ઉલ્લેખનીય છેકે આઈએએસ અધિકારીની ટ્રેનિંગમાં સરકારને લગભગ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. તાજેતરના દિવસોમાં કોર્પોરેટ સેક્ટરમાં શ્રેષ્ઠ પેકેજ અને સરકારી નોકરીમાં કામ કરવાની મુશ્કેલીના કારણે લોકો સરકારી નોકરી છોડી રહ્યાં છે. છેલ્લા દસ વર્ષમાં 674 એ ગ્રેડ અધિકારીઓ ઉપરાંત હજારો કર્મચારીઓએ સરકારી નોકરી છોડી છે.
ધ્યાનમાં રાખવા જેવી વિગતો
જે અધિકારીઓ કે કર્મચારીઓની ટ્રેનિંગ સરકારી ખર્ચ પર થઈ હોય તેને ઓછામાં ઓછા બે વર્ષ સુધી નોકરી છોડવાની અનુમતિ નહીં મળે.
કામના વધુ પડતા બોજ કે બીજી જગ્યાએ ટ્રાન્સફરને નોકરી છોડવાનો આધાર નહીં બનાવી શકાય.
દલિતોને તેમેં પ્રાથમિક્તા મળશે અને તેમના આવેદનોને બહુ મજબૂત તર્કના આધાર પર જ રોકવામાં આવશે.
કોઈ અધિકારી કોઈ આરોપમાં સસ્પેન્ડ થયા હોય તો તેને તે દરમ્યાન નોકરી છોડવાની કે આના માટે અરજી કરવાની અનુમતી નહીં મળે.
જો કોઈ અધિકારી સામે ચાર્જશીટ દાખલ થઈ હોય તેને પણ નોકરી છોડવાની અનુમતી આપવામાં નહીં આવે
RP
Reader's Feedback: