મેડિકલ સ્ટોર્સ પર આજથી ડોક્ટરના પ્રિસ્કીપ્શન વિના એચ વન શ્રેણીની 46 જેટલી દવાઓ નહીં મળી શકે. આ દવાઓમાં ઉંઘની ગોળીઓ અને ભારે એન્ટીબાયોટીક દવાઓનો સમાવેશ થાય છે.
સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન ( ડીસીજીઆઈ)ના નિર્દેશ પ્રમાણે આજથી મેડીકલ સ્ટોર્સમાં એન્ટીબાયોટીક દવાઓના વેચાણ માટે દર્દી અને ડોક્ટરનું પણ રેકોર્ડ રાખવાનું રહેશે.
આ નિર્દેશ પ્રમાણે દરેક મેડીકલ સ્ટોરમાં એક અલગ રજીસ્ટર રાખવાનું રહેશે તેમાં પ્રતિદિન વેચવામાં આવતી એન્ટીબાયોટીક દવાઓ લખનાર ડોક્ટર, દર્દીનું નામ, બીલ અને સીરીયલ નંબર નોધાવાના રહેશે.
એન્ટીબાયોટીક અને નાર્કોટીક્સ દવાઓ લાંબા સમય સુધી અને જરૂરથી વધુ પ્રમાણમાં લેવાથી શરીરના કેટલા અંગો પર પ્રતિકૂળ અસર પડે છે.
આ નિયમ મુજબ, કેમીસ્ટ કોઈ આરએમપી ડોક્ટરના પ્રિસ્કીપ્શન પર દવા નહીં આપી શકે. માત્ર લીગલ ડોક્ટર્સનું પ્રિસ્કીપ્શન માન્ય રહેશે.
એચ વન શ્રેણીમાં હાર્ટ, ટીબી, કિડનીની સારવાર માટેની દવાઓ અને ઉંઘની ગોળીઓ સામેલ છે.ડોરીપેનમ, પેંટાજોસીન, હાઈડ્રોક્લોરાઈડ, માક્સીફ્લોક્સારીન, ટ્રોમાડોલ, જોલીપીડેમ, અલ્જીજોલમ વિગેરે દેવાઓનો સમાવેશ થાય છે.
આ દવાઓનું અલગ પ્રકારનું લેબલીંગ કરવાનું રહેશે. જેના પર લાલ અક્ષરમાં આરએક્સ લખવાનું રહેશે. શરાબ અને સિગારેટની જેમ આ દવાઓ પર પણ ચેતવણી લખેલ હશે તેના વેચાણનો રેકોર્ડ બે વર્ષ સુધી સાચવી રાખવો પડશે.
ડીજીસીઆઈએ છ માસ પૂર્વે કાયદામાં સંશોધન કર્યું હતું જેનો 1 માર્ચથી અમલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
RP
Reader's Feedback: