Home» Crime - Disaster» Natural Calamity» Cyclone phailin moves inward

ફેલિનથી 90 લાખ લોકોને અસર

એજન્સી | October 14, 2013, 09:33 AM IST

ગોપાલપુર :

ઓડિશા અને આંધ્ર પ્રદેશ પર ફેલિન વાવાઝોડુ ત્રાટકતાં ઓછામાં ઓછા 23 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે તેના લીધે 90 લાખ લોકોને અસર થઇ છે. આ ચક્રવાતને કારણે લાખો મકાનોને નુકસાન પહોંચ્યું છે. જ્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ડાંગરના પાકને નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 14 વર્ષમાં દેશમાં આવેલા વાવાઝોડામાં ફેલિન સૌથી ભયાવહ ગણવામાં આવે છે. જો કે તેનાથી થયેલી જાનહાનિ પૂર્વઅંદાજ કરતાં ઓછી થઇ છે. ઓડિશા અને આંધ્રમાં પોતાને કહેર બતાવ્યા બાદ ફેલિન વાવાઝોડુ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ તરફ વધી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેની તીવ્રતા ઘણી ઓછી થઇ ગઇ છે. છતાં હજુ પણ જોખમ તોળાઇ રહ્યું છે. વાવાઝોડાના કારણે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %