(ફાઈલ ફોટો)
હૈદરાબાદ :બંગાળની ખાડીમાં આવેલ ચક્રવાતી તોફાન ‘હેલેન’ શુક્રવારે દિવસમાં આંધ્ર પ્રદેશ સમુદ્ર કિનારા પર આવી રહ્યું છે. જેથી કેટલાક હિસ્સામાં અત્યારથી જ મૂશળધાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ચક્રવાતી તોફાનને જોકા કિનારા પરના જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. નુકશાનને ઓછું કરવા માટે જરૂરી પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યાં નીચાણ વાળા વિસ્તાર ખાલી કરવામાં આવી રહ્યા છે.
ભારતીય હવામાન વિભાગ મુજબ આ ભયંકર તોફાન શુક્રવારે બપોરની આસપાસ મછલીપટ્ટનમના નજીકના કિનારાની સપાટી પાસેથી નીકળશે. આઈએમડીએ આંધ્ર પ્રદેશના કિનારા પર તોફાનની ચેતવણી જાહેર કરી દીધી છે. આઈએમડીના એક વિજ્ઞાપનમાં શુક્રવારે સવારે કહેવામાં આવ્યું કે બંગાળની ખાડીમાં બનેલા હેલેન હવે થોડું પશ્ચિમ-ઉત્તર પશ્ચિમની તરફ વધી રહ્યું છે. હાલમાં મછલીપટ્ટનમના પૂર્વની નજીક 120 કિલો મીટર, પૂર્વ-પૂર્વોત્તરમાં 250 કિલો મીટર અને દક્ષિણ-દક્ષિણપશ્ચિમ વિશાખાપટ્ટનમમાં 200 કિલોમીટર આગળ વધી રહ્યું છે.
દક્ષિણ આંધ્ર કિનારે અને તેના નજીકના વિસ્તારમાં તોફાની પવનની ગતિ 55-65 કિમી. પ્રતિ કલાકની ઝડપથી વધીને 75 કિમી પ્રતિ કલાકની ઝડપે વધ્યો છે. આઈએમડીએ ચેતવણી આપી છે કે તોફાનને કારણે પશ્ચિમ અને પૂર્વી ગોદાવરી કૃષ્ણા, ગુંટૂર અને પ્રકાશમ જિલ્લાના નજીકના વિસ્તારના 1થી 1.5 મીટર સુધી ડૂબી શકે છે.
ત્યાં, ગુરૂવારે મુખ્યમંત્રી એન.કિરણ કુમાર રેડ્ડીએ હૈદરાબાદમાં ટોચના અધિકારીઓની બેઠકમાં સપાટી પરના જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે મુખ્ય સચિવને બધા જ સપાટી પરના જિલ્લા અધિકારીઓની સાથે મળીન સ્થિતિ પર નજર રાખવાનો આદેશ આપ્યો છે.
સ્થિતિ પર નજર બનાવી રાખવા માટે હૈદરાબાદમાં રાજ્ય સચિવાલયમાં એક નિયંત્રણ કક્ષ ખોલવામાં આવ્યો છે. નિયંત્રણ કક્ષનો નંબર 040-23456005, 23451043 છે. કૃષ્ણા જિલ્લાના જિલ્લા કાર્યાલયનો ટેલીફોન નંબર – 08672-252572, 08672-251077 છે.
અંગ્રેજીમાં વાંચવા અહીં ક્લિક કરો
PK
Reader's Feedback: