(ફાઈલ ફોટો)
હૈદરાબાદ :ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતી તોફાન લહેર નબળું પડવા લાગ્યું છે. સંભાવના જણાવી છે કે આજે બપોરે આંધ્ર પ્રદેશ કિનારો પાર કરતા પહેલા જ નબળું પડી જશે. આઈએમડીએ આને નબળું પડતો જોઈને નવમાંથી 5 સપાટી પરના જિલ્લાના લોકોને રાહત આપતા ચક્રવાતની ચેતવણી પાછી લઈ લીધી છે.
આઈએમડીએ આજે સવારના વિજ્ઞાપન મુજબ ચક્રવાતી તોફાન બંગાળની ખાડીના પશ્ચિમ-મધ્યમાં ધીમું પડીને ઓછા દબાણમાં ચાલ્યું ગયું. આનું કેન્દ્ર મછલીપટ્ટનમના પૂર્વ-દક્ષિણપૂર્વમાં 120 કિલો મીટર અને કાકીનાડાના દક્ષિણમાં આશરે 160 કિલો મીટર આગળ બનેલું છે.
બુધવારે હવામાન વિભાગે કહ્યું હતું કે તોફાન સપાટી પર પાણીનું તાપમાન ઓછું થવાને કારણે હવા ઓછી થવી અને મધ્ય ભારતના તરફથી ચાલી રહેલી હવાના લીધે ધીમું પડી ગયું છે. ઉલ્લેખનીય છે કે લહેર આંધ્ર પ્રદેશ સપાટી પર એક મહીનાની અંદર આવનારું ત્રીજું તોફાન છે. હેલેને છેલ્લા અઠવાડિયે મછલીપટ્ટનમ પર સપાટીને પાર કર્યું હતું. આ તોફાનમાં છ લોકોની મોત થઈ હતી અને ચાર લાખ હેક્ટરથી વધારે પાકને નુકશાન પહોંચ્યું હતું.
PK
Reader's Feedback: