
સૌ- (http://public-domain.zorger.com/)
અમદાવાદ :ગયા અઠવાડિયાના બુધવારના દિવસે સાંજે પાંચ કલાકે અમદાવાદની એક કિટલી પર ચાય પે ચર્ચા નામનો સંવાદ યોજ્યો હતો. જેમાં દેશના ૩૦૦ નાના મોટા તમામ શહેરોને ટેક્નોલોજીના ઉપયોગ દ્રારા જોડ્યા હતા. પરંતુ આ ચા વાળો આઈડિયા ક્યાંથી આવ્યો હશે?? ન.મો સાહેબને જાણ થાય કે અમારુ ફે.બુ. પર ચાલતુ એક ગ્રુપ છે જેની અવારનવાર મિટીંગો ચર્ચા ત્રિપાઠીની કિટલી લો ગાર્ડન પર યોજાતી હોય છે આ અમારી ચાય પે ચોપાલ જેવી જ ચર્ચા હોય છે. અમે અમારા આમંત્રિત મહેમાનોનું "ચા" થી સ્વાગત કરીએ છીએ અને "મસ્કાબન "થી મીઠુ મોં કરાવીએ છીએ. જે ચર્ચા માં ભાગ લેવા મોટા હાડકાના ડોક્ટરો થી માંડીને કવિઓ સુધીના લોકો જોડાય છે.
જેમાં ડો. સમ્રાટ બુધ્ધા રાજકોટના ડોકટર છે તે તથા અધીર અમદાવાદી, બધીર અમદાવાદી, તાહા મન્સુરી, પારસ શાહ, યશ ઠક્કર જેવા રેડિયો જોકી, તથા મારા એન્જીનિયર પણ જોડાય છે. ચા સાથે આપણો ગુજરાતીઓનો સબંધ વર્ષો જુનો છે. વિરજી વોરા નામના એક ઉદ્યોગપતિએ ચા મંગાવી ને વહેપાર નાના નાના ગામડાઓમાં તથા શહેરોમાં શરુ કર્યો હતો. એ ચા યમન અને ચાઈનાથી લાવી વેચતાં.
મુળ વાત પર પાછા આવીએ હમણા વેલેન્ટાઈન ડે ના દિવસે પપ્પુ એ કઇંક નવુ જોયુ કે છોરો છોરી ગુલાબના બદલે એકબીજાને ચા આપી પ્રપોઝ કરતાં પકડાયા તથા પોલીસે દંડ પેટે ૧૨ ચા અડધી વસુલ કરવાનો ફરમાન કર્યો. તથા હવે કોર્પોરેટ વર્લ્ડમાં પણ કોફી કરતાં ચા નો ક્રેઝ વધુ છે અને અલગ અલગ ફ્લેવરવાળી પસંદ કરતાં હોય છે. લીંબુ, જિંજર, કોલ્ડ ટી, ચોકલેટ ટી ફલાણી ઢિકણી ફ્લેવરવાળી ચા પસંદ કરતા હોય છે. વળી હમણા જ વેલેન્ટાઈન ડે ગયો, એ દિવસે ત્યારે ચા પાર્ટી સાથે મસ્કાબનનુ આયોજન થયુ તેવા સમાચાર ખબરી મંડળી પાસે આવ્યા હતા.
શું હતા એ ખબર તમે પણ જાણો....
એક યુગલ એકબીજા ને ઢાંકણીમાં પાણી નઈ ચા ભરી ડુબી મર તેવા શબ્દોના પ્રયોગ કરતાં માલૂમ પડ્યુ.
એક છોકરી કિસ ડે પર ટી ફ્લેવરની લિપ્સ્ટીક કરી ગઈ અને તેના બોયફ્રેન્ડને તસમસતુ કડક ચા જેવુ ચુંબન આપ્યુ.
ત્રીજુ યુગલ રોમાન્સની પળો માણતાં માણતાં પ્રેમના બદલે ચા માં ડુબી ગયા હોવાના સમાચાર મળ્યા.
ચોથુ યુગલ પ્રેમ કરતાં કરતાં પકડાઈ ગયુ અને તેમના માતાપિતાને સીસીટીવી કેમેરાવાળી કિટલી પર જઈ સમાધાન કરવા કહ્યુ.
લગ્નના ડાન્સમાં જાનૈયાઔ હુક્કાબારના બદલે ચાયબાર પર ડાન્સ કરતાં દેખાયા.
પપ્પુના મિત્ર પોપટલાલ પત્રકાર ન્યુઝ પર ચા પીતા પીતા એન્કરીંગ કરતાં દેખાયા.
કવિઓ લેખકો હવે પ્રેમ, હતાશા, સંવેદનાને બદલે "ચા" પર ગઝલ હઝલ લખતા પઠન કરતાં દેખાયા.
કરિયાણાવાળા પણ ચા ની ડિમાન્ડ વધી જતાં બ્લેકમાં વેચતાં દેખાયા.
ગાર્મેન્ટવાળા ટી શર્ટ પર કિટલીનુ રબર પ્રિન્ટ કરતાં તથા વેચતાં માલૂમ પડ્યા.
મોકટેઈલ બનાવવા કેટરર્સવાળા મહારાજો ટી અને જ્યુસ ભેગુ કરતાં દેખાયા.
લગ્નમાં ટોમેટો સુપ હોટ એન્ડ સોર સુપની જેમ ચાય સુપ સર્વ કરતા તથા પીતાં માલુમ પડ્યા.
વૈજ્ઞાનિકોને "ચા" ની સંકરણ જાત બનાવવા સરકારે આદેશ કર્યો.
ખબરી મંડળી દ્રારા સ્ટીંગ ઓપરેશન કરતાં માલૂમ પડ્યુ કે અરવિંદભાઈ પણ ચા ના આશીક નિકળ્યા.
મુન્સીટાપલી પણ હવે "ટેક્સ ચુકવો, ચા મફત મેળવો" તેવા સુત્રો સાથે ટેક્ષ કલેક્ટ કરવાનુ ચાલુ કરશે.
મુન્સીટાપલીની ગટરોમાંથી "ચા"ની પડીકીઓ મળી આવતા તંત્ર સાબદુ કરાયુ.
મુન્સીટાપલીના ફાયરમેનો પાણીના બદલે "ચા "ના ફુવારા મારતાં દેખાયા.
રાહુલે "ચા "ની સામે કોફી પિલાઓ વોટ લાઓ નામનુ અભિયાન શરુ કરે તેવી વાયકા ફેલાવાઈ.
સરકાર હવે ટ્રેનમાં બે ટિકીટ સાથે બે ચા ફ્રી જેવી સ્કીમ લોન્ચ કરશે.
હાશશશ.. બહુ લખાઈ ગયુ નઈ?? હવે હુ પણ ચા પી ને આવુ..મળીએ આવતા લેખે..નવા વિષય સાથે..
હસતે રહો..હસાતે રહો..આર્ટિકલ પઢતે રહો..વેબસાઈટ રિફર કરતે રહો..નયે નયે ન્યુઝ પઢતે રહો..!!
ધડાકો
"મમ્મી મુજે બોર્નવિટા પી ના હૈ વો ભી પિત્ઝા કે સાથ,
બેટા પિત્ઝા બોર્નવિટા કે સાથ નહિ અબ "ચાય "કે સાથ ખાના ચાલુ કર દો. "
Reader's Feedback: