વીમા કંપની સમયસર વીમાધારકને નાણાં ન ચૂકવાયાં હોય અથવા તો વિલંબ થયો તે પ્રકારના કિસ્સાઓ છાશવારે બનતા હોય છે. તે પ્રકારના કિસ્સાઓમાં મોટાભાગના લોકો કાનૂનની મદદ લઈને વીમા કંપનીને લડત આપતા હોય છે. પરંતુ આણંદના રહેવાસી શેલેન પટેલે વીમા કંપની સામે અનોખી રીતે પ્રગટ કર્યો.
વીમા કંપનીથી પીડિત શેલેન પટેલે પોતાની નવી કાર ખરીદી ત્યારે વીમા કંપની પાસે વીમો લીધો હતો. સમયસર તે પોતાના વીમાનું પ્રિમિયમ ભરતા રહ્યાં પરંતુ જ્યારે સુરતમાં અતિશય વરસાદને કારણે પૂર આવ્યું હતું ત્યારે તેમની ગાડી પાણી ડૂબી જવા પામી હતી. પૂરમાં કારને ભારે નુકસાન થયું હોય તે વીમા કંપની પાસે નુકસાનની ભરપાઈ કરવા માટે ક્લેમ કર્યો હતો. પરંતુ આ બાબતે વીમા કંપની દ્રારા કોઈ યોગ્ય જવાબ ન મળ્યો. અને વર્તમાન સુધીમાં આ ક્લેમ પાસ થયો નથી. જેથી વીમા કંપનીની કામગીરીથી રોષે ભરાયેલા શેલેનભાઈ તેનો અનોખી વિરોધ જાહેર કર્યો.
તેમણે પોતાની બંધ પડેલી ગાડીને સરેઆમ ગઘેડાથી હાંકીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. પીડિત શેલેનભાઈના મતે વીમા કંપનીની કામગીરીથી લોકો જાગૃત થાય અને સમજે કે વીમા કંપનીઓ માત્ર પૈસા ભેગા કરવામાં માને છે અને જ્યારે વીમાધારક પોતાનો ક્લેમ પાસ કરવા માટે જાય છે. તેની ઉપર કોઈ ધ્યાન આપતું નથી. જે બાબતે લોકોનું ધ્યાન ખેંચાય અને આ પ્રકારની વીમા કંપનીઓથી દૂર રહે તે માટે આ પ્રકારે અલગ રીતે મારો રોષ પ્રગટ કર્યો છે.
MS/RP
Reader's Feedback: