જામનગર નજીકના મસીતીયા ગામે ગઈકાલે બપોર બાદ ખરા અર્થમાં ગ્રામીણ ઓલમ્પિકનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં બળદ ગાડા અને ઘોડા દોડ યોજાઈ હતી, રેસને નિહાળવા હજારો લોકો ઉમટી પડ્યા હતા, અને આયોજને અનેરું આકર્ષણ ઉભું કર્યું હતું.
જામનગર ના મસીતીયા ગામે ધુળેટીના દિવસે કમરુદીન શા વલીદાદાનો ઉર્ષ ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં આખા મસીતીયા ગામના લોકો ભેગા મળીને આ ઉર્ષ ઉજવે છે. આ ઉર્ષ 100 વર્ષથી પરંપરા મુજબ ઉજવવામાં આવે છે. આ ઉર્ષ હોળીના દિવસે અને ધૂળેટી દિવસે તેમ બે દિવસ ઉજવવામાં આવે છે. હોળીના દિવસે રાત્રે કવ્વાલી અને ધુળેટીના દિવસે બળદગાડા અને ઘોડાની રેસ યોજાય છે, જે જોવા માટે ગ્રામીણ લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડે છે.
આ રેસ નું મહત્વ ખુબ જ છે, અહિયાં જામનગર અને સૌરાષ્ટ્રભરના લોકો આ રેસમાં ભાગ લે છે અને લોકો દુર દુરથી આ રેસ જોવા માટે આવે છે. હિંદુ મુસ્લિમ લોકો સાથે મળીને આ રેસમાં ભાગ લે છે.
આ કમરુદીન શાવલીદાદાના ઉર્ષમાં લોકો ભાગ લે છે. આ તહેવાર હિંદુ મુસ્લિમ ભેગા થઇ એકતાના પ્રતિક તરીકે ઉજવે છે આ ઉર્ષમાં એક રેસ બળદ ગાડા,અને ઘોડા રેસ યોજવામાં આવે છે અને જે વ્યક્તિ આ રેસ જીતે છે તેને રૂપિયા નહિ પણ તેને પાધડી પહેરાવવામાં આવે છે.
ગામના અગ્રણી કાસમભાઈ ખફીએ જણાવ્યું હતું કે આ તહેવાર અમે બધા ભેગા થઇ હર્ષ ઉલ્લાસ થી ઉજવીએ છીએ. આ તહેવારમાં લોકો દુર દુરથી અહીં આવે છે અને મસીતીયા ગામે થતા આ ઉર્ષને લોકો ભેગા થઇ આ પરંપરા સાચવી રાખી છે.
પહેલાના સમયમાં જ્યારે મનોરંજનના કોઈ સાધનો ન હતા ત્યારે ગ્રામીણ લોકો પોતાના પાલતું પશુઓને મેદાનમાં ઉતારી મનોરંજન મેળવતા હતા, સોએક વર્ષ અગાઉ શરુ થયેલી આ પરંપરા આજે પણ મસીતીયામાં જીવંત રહી છે.
AI/RP
Reader's Feedback: