
વડોદરાની બ્રાઈટ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની પિકનીકથી પરત ફરી રહેલી બસ શિવરાજપુર પાસે પલ્ટી જતા અનેક વિદ્યાર્થીઓને ઇજા થઇ છે. જદેઓને સારવાર અર્થે તાત્કાલિક હાલોલનાં આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ બસમાં 40 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાંથી 8 જેટલા વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ થઇ છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ થઇ છે.
બ્રાઈટ હાઈસ્કૂલ,વડોદરાના ધોરણ 8ના વિદ્યાર્થીઓની બસ પાછા આવતા હાલોલ નજીક શિવરાજપુર નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે બસ ડ્રાયવરે સંચાલન પરનો કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને વિદ્યાર્થીઓને સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. અન્ય વિદ્યાર્થીઓને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી રહ્યા છે.
DP
Reader's Feedback: