ભારતમાં મહિલા સશક્તિકરણની દિશામાં અનેક પ્રયાસો થઈ રહ્યાં છે. ગુજરાત સરકારે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટ મિશન મંગલમ યોજના અમલમાં મૂકી છે. જે યોજના થકી રાજ્ય સરકારે મહિલાઓને આર્થિક વહીવટ સોંપ્યો છે.
આ યોજના અંતર્ગત વડોદરા તાલુકાના અનગઢ ખાતે ગીતા બહેન ગોહિલે મંડળ દ્રારા અનોખું મહિલા સશક્તિકરણનું કાર્ય કરી બતાવ્યું છે. જે અન્ય મહિલાઓ માટે ઉદાહરણ સમાન બની ગયા છે.માત્ર સાત ધોરણ ભરેલા ગીતા બહેન મહિને સાત લાખ રૂપિયાનો વહીવટ કરે છે. રાજ્ય સરકારની યોજનાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને આ મહિલાએ અન્ય મહિલાઓ માટે સશક્તિકરણનો માર્ગ બતાવ્યો છે. જે દિશામાં અન્ય મહિલાઓ આ યોજનાનો લાભ લઈને સશક્ત બની શકે છે.
મિશન મંગલમ યોજના વિશે જાણો
ગરીબી રેખા નીચે જીવતા પરિવારના સભ્યોને સખીમંડળો સ્વસહાય જુથોમાં સંગઠીત કરી તેમને બેંકો સાથે અને લઘુધિરાણ જોડી, સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કૌશલ્ય તાલીમ અને માર્કેટીંગ જોડાણ આપી કાયમી આજીવિકા સાથે જોડીને ગરીબીમાંથી બહાર લાવવા.
મળવાપાત્ર લાભ
-ઉપરોક્ત ઉદ્દેશ પામવાની પ્રથમ ચરણ એટલે સખીમંડળો/સ્વસહાય જુથોને રૂ.50,000/- થી રૂ.1,00,000/- (પચાસ હજાર થી એક લાખ) સુધીની કેશ ક્રેડીટ આપવાનું આયોજન.
-છ માસ પૂર્ણ કરેલ સ્વસહાય જુથ/સખીમંડળને છ માસ પૂર્ણ થયાના 30 દિવસની અંદર ગ્રેડીંગ કરવામાં આવશે.
-ગ્રેડીંગમાં પાસ થતાં દરેક જુથને ઓછામાં ઓછા રૂ.50,000/- અને વધુમાં વધુ રૂ.1,00,000/- માઈક્રો ફાઈનાન્સ કેશ ક્રેડીટ દ્વારા આપવામાં આવશે.
-આ રકમનો ઉપયોગ સખીમંડળ/સ્વસહાય જુથો વિવિધ આર્થિક પ્રવૃત્તિ કરવા કે અન્ય ઉદ્દેશ માટે કરી શકશે.
-વધુમાં વધુ આ કેશ ક્રેડીટ છે એટલે કે સખીમંડળ ગમે ત્યારે જરૂર પડે ત્યારે પૈસા ઉપાડી શકે છે અને જયારે પૈસાની સગવડ થાય ત્યારે બેંકમાં અનુકુળતા મુજબ જમા કરાવી શકે.
-જેટલી રકમ જેટલા સમય માટે ઉપાડવામાં આવે તેટલી રકમ પર જ વ્યાજ આપવાનું રહેશે.
MS/RP
Reader's Feedback: