Home» Women» Relationships» Australians turning to india for surrogacy

સરોગેસી માટે ઓસ્ટ્રેલિયનો ભારત તરફ

IANS | October 29, 2012, 02:52 PM IST

મેલબોર્ન :

એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સંતાન સુખ મેળવવાનું સ્વપ્ન પરિપૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયનો સરોગેસી માટે ભારત આવવાનું વલણ ધરાવે છે.

આંતરરાષ્ટ્રીય સરોગેસીએજન્સી “સરોગેસી ઓસ્ટ્રેલિયા”ના એક અભ્યાસ અનુસાર વ્યવસાયિક સરોગેસી માટે ભારતને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેના પછી થાઈલેન્ડ અને અમેરિકાનો ક્રમ આવે છે.

મીડિયા અહેવાલો પ્રમાણે આ વર્ષે અત્યાર સુધીમાં ભારતમાં ઓસ્ટ્રેલિયન યુગલો માટે 200 સરોગેસી જન્મના કિસ્સા જોવા મળ્યાં છે. જ્યારે વર્ષ 2011માં 179, 2010માં 86 અને 2009માં 47 બાળકોનો જન્મ થયો હતો.

આ અભ્યાસમાં ઓસ્ટ્રેલિયન સરકારના આંકડાઓ, 14 મોટી વૈશ્વિક સરોગેસી એજન્સીઓ અને 217 ઓસ્ટ્રેલિયનોના સર્વેક્ષણને સામેલ કરવામાં આવ્યા છે.

સરોગેસીનો ખર્ચ ચૂકવવામાં અડધાથી વધુ લોકોએ દેવું કર્યુ હોવાનું પણ આ અભ્યાસમાં જણાવાયું છે. જ્યારે 45 ટકા લોકોએ પોતાના અન્ય ખર્ચમાં કાપ મૂક્યો હોવાની પણ જાણકારી છે. જ્યારે કેટલાક લોકોએ પોતાની  સંપત્તિ વેચી હોવાનું પણ અભ્યાસમાં જણાવાયું હતું.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %