Home» Sports» Tennis» Sania mirza and horia tecau make a place in australian open mixed doubles finals

ઓસ્ટ્રેલિયન ઓપનઃ સાનિયા મિક્સ ડબલ્સની ફાઈનલમાં

એજન્સી | January 24, 2014, 05:00 PM IST

મેલબોર્ન :
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા તેના રોમાનિયાની જોડીદાર હોરિયા ટેકાઉ સાથે ઓસ્ટ્રેલિયન ઓપન 2014ની મિક્સ ડબલની ફાઈનલમાં પહોંચી ગઈ છે. સાનિયા હવે તેના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ તથા ત્રીજા મિક્સ ડબલ્સના ખિતાબની વચ્ચે માત્ર એક જીતનો જ તફાવત રહ્યો છે.
 
સાનિયા અને ટેકાઉની જોડીએ મિકસ ડબલની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની જર્મિલા ગાદોસોવા તથા મેથ્યુ એબ્ડેનની જોડીને હરાવી હતી. ભારતીય-રોમનિયન જોડીએ ઓસ્ટ્રેલિયન જોડીને સવા કલાક ચાલેલી મેચમાં 2-6, 6-3, 10-2થી હાર આપી હતી.
 
મેચના પહેલા સેટમાં સાનિયા-ટેકાઉની જોડી સંપૂર્ણ રીતે ફ્લોપ રહી હતી અને તેમને એક પણ બ્રેક પોઈન્ટ મેળવ્યા વગર 28 મિનિટની અંદર જ 2-6થી સેટ ગુમાવ્યો હતો. જે બાદ તેઓ સુંદર રમત દાખવીને મેચમાં પરત ફર્યા હતા. સાનિયા-ટેકાઉએ પહેલા સેટની નિષ્ફળતાને પાછળ હડસેલતા બીજો તથા ત્રીજો સેટ શાનદાર અંદાજથી જીતી લઈને મેચ પોતાની મુઠ્ઠીમાં કરી લેવાની સાથે જ તેઓ ફાઈનલમાં પ્રવેશી ગયા હતા.
 
જો સાનિયા મિર્ઝા તથા હોરિયા ટેકાઉની જોડી ફાઈનલમાં જીત મેળવવામાં સફળ રહેશે તો તે ભારતનો બીજો ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ ડબલ્સ ખિતાબ હશે. આ પહેલા સાનિયા મિર્ઝાએ 2009માં આ ટુર્નામેન્ટમાં આ કેટેગરીમાં જ ટ્રોફી જીતી હતી. તે સમયે મહેશ ભૂપતિ તેનો પાર્ટનર હતો. સાનિયાએ 2012ના ફ્રેન્ચ ઓપનમાં પણ મિકસ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %