ક્રિકેટની ફટાફટ આવૃતિ ટી20નું નામ પડે અને તેમાં પણ ક્રિસ ગેલનું નામ હોય તો કોઈ રેકોર્ડ જ હશે તેમ માનવામાં આવે છે. ક્રિકેટ પ્રેમીઓની આ ધારણા ખોટી પણ નથી. વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટ ઓપનર ક્રિસ ગેલે આઈપીએલની સાતમી સિઝનમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર તરફથી પોતાની પહેલી મેચ રમતી વખતે જ એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો હતો. ટી20 ક્રિકેટમાં 6000 રન બનાવનાર તે વિશ્વનો પહેલો ખેલાડી બની ગયો છે.
આઈપીએલની શરૂઆતમાં ઈજાગ્રસ્ત હોવાના કારણે ગેલ શરૂઆતની ચાર મેચ રમી શક્યો નહોતો. ગઈકાલે જ્યારે તે કિંગ્સ ઈલેવન પંજાબ સામે રમવા ઉતર્યો ત્યારે ગ્લેન મેક્સવેલની ઓવરમાં શરૂઆતના ત્રણ બોલમાં જે તેણે આ સીમાચિહ્ન નોંધાવી દીધુ હતું.
Reader's Feedback: