Home» Sports» Cricket» Chris gayle wants to dance gangnam with yuvraj singh

યુવરાજ સિંહ સાથે મળીને ગંગનમ કરવાની ક્રિસ ગેલની ઈચ્છા

એજન્સી | April 15, 2014, 05:05 PM IST

દુબઈ :
આવતીકાલથી ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ના પ્રથમ તબક્કાની દુબઈમાં શરૂઆત થઈ રહી છે. આઈપીએલમાં ગત વર્ષે વિસ્ફોટક ઈનિંગ રમનાર અને વેસ્ટ ઈન્ડિઝના ફાંકડા ઓપનર ક્રિસ ગેલને આ વખતે નવી ઈચ્છા થઈ છે. આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલની હરાજીમાં યુવરાજ સિંહને સૌથી વધુ કિંમત ચૂકવીને ખરીદ્યો હોવાથી ટીમના અન્ય ખેલાડીઓ પણ તેની સાથે રમવા આતુર છે.
 
ગેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સત્તાવાર વેબસાઈટ પર જણાવ્યું હતું કે, કેટલાંક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમવા હું ઈચ્છુક છે. યુવરાજ ભારતીય સ્ટાર ખેલાડી છે. આવા મોટા નામ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવું હંમેશા ખુશી આપતું હોય છે. ગેલે કહ્યું હતું કે, યુવરાજ અને તે પ્રેક્ષકોનું મનોરંજન કરી શકે છે. આ સિઝનમાં ટીમ ફાઈનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે.
 
તેણે કહ્યું હતું કે, યુવી અને હું એકસાથે ગંગનમ સ્ટાઈલમાં ડાન્સ કરીશું. મને વિશ્વાસ છે કે આ બાબતે તે પણ ઈચ્છુક છે. અમે મોજ કરવા તૈયાર છીએ. ગેલે જણાવ્યું હતું કે, ગત બે સિઝનમાં નિષ્ફળ રહ્યા બાદ તેમની ટીમ આ વખતે ટ્રોફી જીતવા ખૂબ જ આતુર છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %