ગુજરાત આમ આદમી પાર્ટીના સંયોજક સુખદેવ પટેલ આજે સવારે ઘરેથી ઓફીસ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના ટુ વ્હીલરને કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી. જેમાં સુખદેવભાઈને હાથમાં બે ફ્રેક્ચર થયા છે. જે બાદ સુખદેવ પટેલને ચિંતન હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
મળતી માહિતી મુજબ, આ બનાવ અંગે 100 નંબર ફોન કરીને ફરિયાદ નોંધાવાની કોશિષ કરવામાં આવી ત્યારે પણ પોલીસની સક્રિયતા નજરે ચઢી ન હતી.
ચૂંટણી ટાંણે જ સુખદેવ પટેલને કારે ટક્કર મારી દેતાં અનેક અટકળો ચાલી રહી છે. જોકે પોલીસ તપાસ દરમ્યાન માલુમ થશે કે આ એક અકસ્માત હતો કે પછી આયોજનબદ્ધ કાવતરૂં.. જોકે આ સમાચાર વહેતા થવાની સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તોઓનો જમાવડો હોસ્પિટલ ખાતે થઈ જવા પામ્યો હતો.
RP
Reader's Feedback: