કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવાર એકવીસમી ડિસેમ્બરે શનિવારના રોજ આણંદ કૃષિ યુનિવર્સિટીની મુલાકાતે આવ્યાં હતાં. સવારે 9.45 વાગ્યે આવેલા કૃષિ મંત્રી શરદ પવારે આણંદની અમૂલ ડેરી અને કૃષિ યુનિવર્સિટીએ ચરોતર પંથકને નામના અપાવામાં સફળ રહી છે તેમ જણાવીને તે સાથે ગુજરાત સરકારના વખાણ જાણે અજાણે કરી બેઠા હતાં. આ એક દિવસની મુલાકાત માટે આવેલા કૃષિ મંત્રી શરદ પવારે સ્વામી વિવેકાનંદ બોઈઝ હોસ્ટેલનું શીલાન્યાસ કર્યા બાદ આણંદ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટીને દેશની ટોચની યુનિવર્સિટી ગણાવીને કૃષિ મંત્રી શરદ પવારે ગુજરાત સરકારના પણ વખાણ કર્યા હતાં. જોકે સામાન્ય નિવેદન હતું કે પછી સૂચક સંકેત તે આવનારો સમય કહેશે.પરંતુ આ મુલાકાતમાં તેમણે કૃષિ યુનિવર્સિટીના વિવિધ ડિપાર્મટમેન્ટની મુલાકાત લીધી હતી. ઉપરાતં કૃષિ ક્ષેત્રે અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓ અને તજજ્ઞોને કૃષિ અને પશુપાલન ક્ષેત્રે વધુ સંશોધન કરી દેશને વધુ મજબૂત બનાવાની દિશામાં સક્રિય ભૂમિકા અદા કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
RP
Reader's Feedback: