Home» Business» Agriculture» Milk price hike in mumbai

મુંબઈગરાઓ પર મોંઘવારીનો વધુ એક મારઃ દૂધમાં રૂ.બેનો ભાવ વધારો

એજન્સી | January 24, 2014, 04:09 PM IST

મુંબઈ :
દેશની આર્થિક રાજધાની ગણાતાં મુંબઈના રહેવાસીઓ પર વધુ એક ફટકો પડ્યો છે. મુંબઈ દૂધ પૂરું પાડતી મધર ડેરી, ગોવર્ધન અને અમૂલ દ્વારા પોતાની બ્રાન્ડની કિંમતોમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
 
ભાવવધારા બાદ અમૂલ ગોલ્ડની કિંમત 44 રૂપિયાથી વધીને 46 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે અમૂલ તાઝાની કિંમત નવા ભાવ મુજબ રૂ. 36 થઈ ગઈ છે. મુંબઈ બાદ દિલ્હીમાં પણ દૂધના ભાવ ટૂંક સમયમાં વધી શકે છે.
 
વર્ષની શરૂઆતમાં જ માનવામાં આવતું હતું કે દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક કંપની કિંમતમાં વધારો કરી શકે છે. શિયાળામાં દૂધની માંગ વધવાની સાથે કંપનીઓ દ્વારા ભાવમાં વધારો કરવામાં આવી શકે છે તેવો નિર્દેષ પણ કૃષિ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો હતો.
 
ગત વર્ષે ઓક્ટોબરમાં  મધર ડેરી અને અમૂલ દ્વારા તમામ પ્રકારની દૂધની કિંમતમાં પ્રતિ લિટરે રૂ. 2નો વધારો કર્યો હતો. અત્યાર સુધી આ બંનેએ દિલ્લી-એનસીઆર, મુંબઈ, પુણે, લખનઉ અને કાનપુરમાં ભાવ વધાર્યાં હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હી-એનસીઆરમાં વપરાતા કુલ દૂધ પૈકી 80 ટકા દૂધ મધર ડેરી અને અમૂલનું હોય છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %