સાબરમતી રિવરફ્રન્ટ પર ઓનજીસી તથા ગુજરાત બાગાયત ખાતું તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ચાલી રહેલા ફ્લાવર શોને અભૂતપૂર્વ આવકાર મળ્યો છે. ઉલ્લેખનીય છે કે રવિવારે આશરે 2 લાખ કરતાં પણ વધારે લોકોએ આ ફ્વાલર શોની મુલાકાત લીધી હતી. જેને પગલે ફ્લાવર શો 29જાન્યુઆરીના બદલે 30 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો હતો. આજે આ ફ્લાવર શોનું સમાપન કરવામાં આવશે.
અમદાવાદની ફૂલછોડ પ્રેમી જનતાએ અહીંથી અસંખ્ય સિઝનલ ફૂલના છોડ, ઇન્ડોર પ્લાન્ટસ તો વળી કેટલાકે તો મીઠા લીમડા જેવા છોડની ખરીદી પણ કરી હતી. આ ઉપરાંત અહીં આકર્ષણનું કેન્દ્ર બનેલા હતા ગ્લાસ પ્લાન્ટ.
કાટના મોટા ગોળ બરણી જેવા બાઉલમાં માટી નાખીને તેમાં કેટલાંક ડેકોરેટિવ પ્લાન્ટ્સનું વાવેતર કરવામાં આવેલું હતું. જેને તમે ગાર્ડનમાં અથવા તો ઘરમાં સજાવટ માટે મૂકી શકો.
આ ઉપરાંત બોન્સાઇ, કરેણ અને અન્ય પાતળી દાંડી ધરાવતા છોડની ગૂંથણી કરીને પણ વિશેષ સજાવટ કરવામાં આવી હતી. ફ્લાવર શોમાં ફૂલોમાંથી બનાવેલી ડોલ્ફિન, પોપટ , મોર તથા નૌકા અને હાથીએ આબાલવૃદ્ધ સૌનું મન મોહી લીધું હતું. આ ઉપરાંત જુદી જુદી નર્સરીઓ દ્વારા આ શોમાં 5000 જેટલા રોપાનું પ્રર્દશન કરવામાં આવ્યું હતું.
MP/RP
Reader's Feedback: