12મી જાન્યુઆરીએ રવિવારે સ્વામી વિવકાનંદની 152મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રન ફોર વુમન સેફ્ટી કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં ભાગ લેવા માટે આવેલી ફિલ્મ અભિનેત્રી જીનત અમાને પત્રકારો સાથે વાતચીત કરી હતી.
રવિવારે વડોદરા ખાતે રન ફોર વુમન સેફ્ટી યોજાયેલ દોડ ચાર વાગ્યે વાઘોડિયા રોડ સ્વામિ વિવેકાનંદ સર્કલથી સ્વામિ વિવેકાનંદ સ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી. આ કાર્યક્રમમાં ફિલ્મ અભિનેત્રી જીનત અમાન સાથે ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી તેમજ સિંગર ભૂમિ ત્રિવેદી પણ ઉપસ્થિત રહી હતી. વડોદરા ખાતે યોજાયે રન ફોર વુમન સેફ્ટીમાં 33 હજાર મહિલાઓ જોડાઈ હતી. જેમાં શાળા અને કોલેજ અને ક્લાસીસમાંથી મહિલાઓ દ્રારા ભાગ લીધો હતો.
મહિલા સુરક્ષા અને મહિલાઓના પહેરવેશ સંદર્ભે અભિનેત્રી જીનત અમાને પત્રકારોના જવાબ આપ્યાં હતા. જેમાં તેમણે કહ્યું હતું કે મહિલાઓ અલામતી અનુભવી રહી છે. આ પ્રકારના કાર્યક્રમોથી મહિલાઓમાં જાગૃતિ આવશે. અને આ પ્રકારના કાર્યક્રમો જરૂરી છે.
ભારતીય પહેરવેશ આકર્ષક અને સુરક્ષિત છે અને તેને પહેરવો જોઈએ. પરંતુ કોઈ મહિલા ટુંકા વસ્ત્રો પહેરે તો તેને આમંત્રણ ન માની લેવું જોઈએ. અને જોનારાઓએ પણ પોતાના વિચાર બદલવા જોઈએ.
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સંદર્ભે પૂછાયેલા સવાલમાં તેમને જણાવ્યું હતું કે ગુજરાતમાં મહિલાઓ સૌથી વધુ સુરક્ષિત છે.
MS/RP
Reader's Feedback: