પશ્ચિમ ઈરાકમાં શુક્રવારે ઈરાકી સુરક્ષા દળોએ અને સ્થાનીય આદિવાસીઓ સાથેના સંઘર્ષમાં અલકાયદાની સાથે જોડાયેલા ઓછામાં ઓછા 75 આતંકવાદીઓના મોતને ભેટ્યાં છે.મૃતકોમાં આતંકવાદીઓનો શીર્ષ સરગના પણ છે. આ જાણકારી પોલીસે આપી છે.
સમાચાર એજન્સી સિન્હુઆને એક પોલીસ સુત્રના હવાલાથી કહ્યું કે અનબરની પ્રાંતિય રાજધાની રમાદીમાં 52 આતંકવાદી માર્યા ગયા. જ્યાં શહેરમાં આસપાસનાં વિસ્તારોમાં અન્ય 23 લોકો માર્યા ગયા. આ વિસ્તારોમાં બગદાદની પશ્ચિમથી ઓછામાં ઓછા 100 કિલોમીટરના અંતરે છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતકોમાં કથાકથિત ઈસ્લામિક રાજ્ય અને લેવાંતના નેતાઓમાંથી એક અબ્દુલ રહેમાન અલ-બગદાદીનો સમાવેશ થાય છે.રમાદી અને ફલૂજામાં અલકાયદા આતંકવાદીઓ સાથે ઈરાકી સુરક્ષા દળો અને આદિવાસીઓનો સંધર્ષ શુક્રવારે શરૂ થયો. આ બન્ને શહેરોના અમુક ભાગ પર આતંકવાદીઓનું નિયંત્રણ છે.
પ્રાંતમાં સોમવારે તણાવ વધી ગયો હતો. જયારે ઈરાકી પોલીસે રમાદીની બહાર એક સરકાર વિરોધી પ્રદર્શન સ્થળને ધ્વસ્ત કરી દીધું. ઈરાકના પ્રધાનમંત્રી નૂરી અલ-મલીકીએ સ્થિતિ નિયંત્રણ કરવાની અને આદિવાસીઓને લડાઈથી બચી રહેવાની તેમજ સેનાને અનબર શહેરથી પરત જવાનો આદેશ કર્યો હતો.
RP
Reader's Feedback: