આજે મઝગાંવ ડૉકયાર્ડ ખાતે નિર્માણધીન યુદ્ધજહાજમાં દુર્ઘટના સર્જાતા એક નેવી સૈનિક અધિકારીનું મોત નિપજ્યું હતું. મૃતક અધિકારીનું નામ કુંતલ વાધવા છે.
શુક્રવારે બપોર દરમ્યાન આઈએનએસ કોલક્તા નામક યુદ્ધજહાજમાં ગેસ લીકેજ થતાં ધડાકો થવા પામ્યો હતો. આ ધડાકો જહાજના એન્જીન રૂમમાં થવા પામ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શુક્રવારે બપોર દરમ્યાન અંદાજે એક વાગ્યાની આસપાસ બનેલી આ દુર્ઘટનામાં કમાંડર રેન્કનો એક અધિકારી શહીદ થઈ ગયો. જહાજના ફાયર ફાઈટીંગ સિસ્ટમમાં કોઈ ખરાબી આવી ગઈ હતી જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં કાર્બન ડાઈઓક્સાઈડ ગેસ લીકેજ થતાં વાલ્વમાં બ્લાસ્ટ થયો.
આઈએનએસ કોલકતા અધિકારીક રીતે યાર્ડ 701 નામથી ઓળખવામાં આવે છે. આ દેશનું સૌથી આધુનિક મિસાઈલ ડેસ્ટ્રોયર છે. મુંબઈના મઝગાંવ ડૉકયાર્ડ ખાતે આ આઈએનએસ કોલક્તાને વધારે આધુનિક ટેક્નોલોજીની સુવિધા વધારવાની કામગીરી કરવામાં આવી રહી હતી.
નાણા મંત્રીની સલાહ
નાણા મંત્રી પી.ચિદંબરમે શુક્વારે રક્ષા મંત્રીને નિશાને લેતા કહ્યું કે રક્ષા મંત્રાલય સમજદારીથી ધન ખર્ચ કરી રહ્યું નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે સૈન્ય સંપતિઓની સારસંભાળમાં પણ ઉપેક્ષા થઈ રહી છે. નાણાં મંત્રાલય દ્રારા રક્ષા મંત્રાલયને વધારે ધન આપવામાં આવે છે. જે ધન આપવામાં આવે છે તેનો યોગ્ય ખર્ચ થવો જોઈએ.
RP
Reader's Feedback: