Home» International» Rest of The World» Worlds oldest weather report found in egypt

દુનિયાનો સૌથી જૂનો હવામાન રિપોર્ટ ઈજિપ્તમાંથી મળ્યો

એજન્સી | April 04, 2014, 04:14 PM IST

કાહિરા :
જો તમે એમ વિચારતાં હો કે હવામાનની આગાહી, જાણકારી, પૂર્વ સૂચના, ચેતવણી વગેરે આધુનિક ટેક્નોલોજી અને નવા જમાનાની વાત છે તો તમને જાણીને આશ્ચર્ય થશે કે આજથી લગભગ 3500 વર્ષ પહેલાં હવામાનની આગોતરી જાણકારી ઈજિપ્તમાં આપવામાં આવતી હતી.
 
ઈજિપ્તના ટેંપેસ્ટ સ્ટેલા નામથી જાણીતા છ ફૂટ ઉંચા શિલાલેખમાં કોતરવામાં આવેલી 40 પંક્તિઓમાં વરસાદ, રાત્રિ તથા રોકાયા વગર કેટલાંક દિવસો સુધી તોફાની ચક્રવાતનો ઉલ્લેખ છે. જેની ખબર નવા અનુવાદમાં પડી છે. શિલાલેખથી પ્રાચીન મધ્યપૂર્વમાં બનેલી ઘટનાઓના નવા તથ્યો મળવાની આશા છે.
 
શિકાગો યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઈન્સ્ટીટ્યૂટના બે સંશોધક નાદિન મોઅલર તથા રોબર્ટ રિટનરનું માનવું છે કે, શિલાલેખમાં અસામાન્ય મોસમની જાણકારી કોતરવામાં આવી છે, જે પાછળથી ભયંકર થેરા જ્વાળામુખી વિસ્ફોટનું કારણ હતું. જેના પરિણામ સ્વરૂપે આજે ભૂમધ્ય સમુદ્રમાં સેંટોરિની દ્વીપ બન્યો છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %