(ફાઈલ ફોટો)
નવી દિલ્હી :ગાઢ ધુમ્મસને કારણે આજે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા પર આશરે ત્રણ કલાક સુધી વિમાનની અવરજવર પર અસર પડી. જેથી આશરે 150 જેટલી આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં વિલંબ થયો. અને અમુક નો સમય બદલવામાં આવ્યો અને બીજી ફ્લાઈટ્સને બીજી બાજુ લેન્ડ કરવા કહેવામાં આવ્યું.
હવાઈઅડ્ડાના અધિકારીઓએ જણાવ્યું કે ગાઢ ધુમ્મસને કારણે હવાઈઅડ્ડા પર ખૂબજ ઓછી દ્રશ્યતા હોવાને કારણે કાલે રાતે 8 વાગ્યાથી લઈને આજે સવારે આઠ વાગ્યા સુધીની ઉડાન અથવા તો અહીં આવનારી આશરે 150 ઉડાનને રદ કરવામાં આવી કે તેની જગ્યા બદલી દેવામાં આવી. રાતે આઠ વાગ્યાથી સવારે આઠ વાગ્યાની વચ્ચે અહીંથી પ્રસ્થાન કરતી આશરે 51 ડોમેસ્ટીક ફ્લાઈટ્સ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ અને અહીં આવનારી 39 ફ્લાઈટ રદ કરવામાં આવી. તેમણે જણાવ્યું કે આવનારી 52 ઉડાનોને અમૃતસર-લખનૌ અને અન્ય જગ્યાઓએ મોકલવામાં આવી.
ગોવાથી દિલ્હી આવનાર સ્પાઈસ જેટના એક વિમાને ઈંધણ ઓછું હોવાને કારણે રાત્રે આશરે 9:50 કલાકે ઈમર્જન્સી સ્થિતિમાં ઉતરવું પડ્યું. આમાં વિમાનના 4 સભ્યો અને 132 યાત્રીઓ સામેલ હતા.
PK
Reader's Feedback: