Home» Sports» Cricket» World t20 final defeat still rankles yuvraj

ટી-20 ફાઈનલ હજુ યુવરાજનો પીછો છોડતી નથી

Agencies | April 17, 2014, 05:30 PM IST

બેંગલુરૂ :

ભારતની ટીમના એક સમયના ધુરંધર બેટ્સમેન અને ટી-20 સ્પેશિયાલિસ્ટ યુવરાજ સિંહે આજે જણાવ્યું હતું કે, આ વખતના ટી-20 વર્લ્ડકપમાં શ્રીલંકા સામે મારું જે રીતનું પ્રદર્શન હતું તેનાથી હું ઘણો જ નિરાશ થયો છું. આ પદાર્થ પાઠમાંથી હું કઈંક શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તેણે જણાવ્યું હતું કે, ફાઈનલ સુધી ટીમ દરેક મેચ જીતી હતી અને ફાઈનલ જીતીને ટુર્નામેન્ટનું શાનદાર સમાપન કરવા માંગતી હતી, પરંતુ તેમ થઈ શક્યું નહોતું.

આઈપીએલમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર તરફથી સૌથી વધુ કિંમત આપીને ખરીદવામાં આવેલા યુવરાજે આરસીબીની અધિકૃત વેબસાઈટ પર જણાવ્યું હતું કે, ટીમ તરીકે ફાઈનલ સુધી  અમારો દેખાવ અદભુત રહ્યો હતો. સ્પોર્ટસમેન તરીકે તેઓએ સારી રમત દાખવી અને વિજેતા બન્યા હતા. ફાઈનલમાં અમે પ્લાન મુજબ રમી શકયા નહોતા અને તેના કારણે સૌએ નિરાશ થવું પડ્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે, જુવાનીના દિવસોમાં તેના એક કોચે તેને કહ્યું હતું કે, સ્પોર્ટ્સ પર્સન તરીકે તમારામાં સફળતા અને નિષ્ફળા એમ બંને પચાવવાની ક્ષમતા હોવી જોઈએ.

આરસીબી તરફથી આ વખતે રમતા યુવરાજે યાદગાર સિઝન રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. ટીમના મોટાભાગના સભ્યોને વર્લ્ડકપ બાદ રીફ્રેશ થવા માટે થોડો સમય મળ્યો હતો અને હવે તેઓ તમામ આગામી 50 દિવસ માટે તૈયાર થઈ ગયા છે.  યુવરાજે ઉમેર્યું હતું કે, અમે કેટલાક પ્રેકટિસ સત્ર યોજયા હતા અને જેના કારણે અમને અમારી રણનાતિ અને ગેમ પ્લાન બનાવવામાં મદદ મળશે.

ગત સિઝનમાં પંજાબ સાથે સંકળાયેલા યુવરાજનો અનુભવ મિશ્ર રહ્યો હતો.  દરેકની કારકિર્દીમાં સારો અને ખરાબ તબક્કો આવતો જ હોય છે. ક્રિસ ગેલ, મુથૈયા મુરલીધરન, એબી ડિવિલિયર્સ, ડેનિયલ વિટ્ટોરી અને એલન ડોનાલ્ડ જેવા દિગ્ગજો સાથે ડ્રેસિંગ રૂમમાં સમય વીતાવવો ગૌરવપૂર્ણ હશે.

MP/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %