Home» Sports» Football» World cup 2014 draw brazil allays fears of violence

બ્રાઝિલના પારંપારિક રંગોમાં બ્રાઝુકા

એજન્સી | December 05, 2013, 06:45 PM IST

રિયો ડી જેનરો :

આવતા વર્ષે યોજનારા ફુટબોલ વિશ્વકપના આયોજન કરનાર મેજબાન બ્રાઝિલે એક રંગારંગ કાર્યક્રમમાં ટૂર્નામેન્ટના ફુટબોલને આજે દુનિયા સામે રજૂ કર્યો હતો. આ ફુટબોલને બ્રાઝિલનું સમ્માન ગણાવતાં તેને બ્રાઝુકા નામ રાખવામાં આવ્યું છે.

બ્રાઝિલમાં બ્રાઝુકા શબ્દને બે વાતો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. દેશના સમ્માનથી જોડાયેલ કોઇ ચીજ અથવા વાક્યને જ્યાં બ્રાઝુકા કહેવામાં આવે છે. બીજી જગ્યાએ આ શબ્દનો ઉપયોગ બ્રાઝિલની બહાર રહેતા દેશના લોકો માટે પણ વાપરવામાં આવે છે. રિયોના બોટેનિકલ ગાર્ડન સ્થિત પ્રાગ લાગેમાં યોજાયેલ એક રંગારંગ કાર્યક્રમમાં બ્રાઝુકાથી પડદો ઉઠી ગયો હતો.
 
વર્ષ 2014માં રમાનારા બ્રાઝિલ ફુટબોલ વર્લ્ડકપને હજી ભલે 200 દિવસથી વધુ બાકી હોય પરંતુ તેની મેચનો ડ્રો શુક્રવારે કરવામાં આવશે. અત્યાર સુધીમાં વર્લ્ડકપ જીતનાર આઠ દેશના પ્રતિનિધિ ટૂર્નામેન્ટના ડ્રોમાં ભાગ લેશે. બ્રાઝિલના મહાન ફુટબોલર પેલે પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. તો બીજી તરફ ફુટબોલની વિશ્વ સંસ્થા ફીફાએ જણાવી દીધું છે કે આગામી વર્ષે રમાનાર વર્લ્ડકપ ફુટબોલની કોઇપણ મેચના સમયમાં બદલાવ કરવામાં આવશે નહી.
 
 
 
DT/MS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %