Home» Sports» Football» David beckham gifts painting her daughter harper

ડેવિડ બેકહામે પુત્રીને છ લાખ પાઉન્ડનું પેઈન્ટિંગ ભેટ આપ્યું

એજન્સી | January 13, 2014, 03:28 PM IST

લંડન :
પૂર્વ ફૂટબોલ સ્ટાર ડેવિડ બેકહામે પોતાની બે વર્ષીય પુત્રી હાર્પરને છ લાખ પાઉન્ડની કિંમત ધરાવતું દિલ આકારનું પેઈન્ટિંગ ભેટમાં આપ્યું છે. આ પેઈન્ટિંગ હાર્પરના રૂમમાં લગાવવામાં આવશે. 
 
કોન્ટેક્ટ મ્યૂઝિક ડોટ કોમના અહેવાલ પ્રમાણે આ પેઈન્ટિંગ બેકહામના 38 વર્ષીય મિત્ર ડેમિન હિસર્ટે બનાવી છે. જે રૂમમાં આ સુંદર પેઈન્ટિંગ લગાવવામાં આવશે તે રૂમ બંગલાની પશ્ચિમ દિશામાં આવેલો છે. 
 
સૂત્રોએ જણાવ્યું હતું કે, સામાન પહોંચાડારી કંપની ડેમિન આ પેઈન્ટિંગને લઈને ખૂબ જ સતર્ક હતી. જ્યારે તેનું પેકિંગ કરવામાં આવતું હતું ત્યારે તેમાં એક પણ ભાગ ન દેખાય તેની તકેદારી રાખવામાં આવી હતી. હાર્પર ખૂબ જ ભાગ્યશાળી છોકરી છે કે તેને આવું કિંમતી પેઈન્ટિંગ પોતાના રૂમમાં ટિંગાડવા મળી રહી છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %