ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કપ્તાન બાઇચુંગ ભૂટિયાએ કહ્યું હતું કે દેશમાં ફુટબોલ માટે કામ કરવા રમત ગમત સંઘો, કલબો તેમજ રાષ્ટ્રીય મહાસંધનું છે. જેના માટે બહારથી મદદ લેવાની જરૂર નથી. પૂર્વ કપ્તાન ભૂટિયા ઇતિહાદ અને જેટ એયરવેઝ મેનચેસ્ટર સિટી ફુટબોલ સંસ્થાના આયોજીત એક કાર્યક્રમમાં હાજર રહ્યો હતો.
ભૂટિયાએ જણાવ્યું કે આ એક સારી વાત છે કે આંતરરાષ્ટ્રીય સ્તરના કલબ ભારતમાં આવી રહ્યાં છે. પરંતુ દેશમાં સ્થાનિક પ્રયાસથી પણ રમતનો વિકાસ થવો જોઇએ. ભૂટિયાએ પત્રકારોને સંબોધતા કહ્યું કે ભારતના રાજ્ય ખેલ સંઘો, મહાસંઘો તેમજ અન્ય કલબો દ્વારા ફુટબોલને પ્રોત્સાહન આપવા ગંભીરતાથી વિચારવું જોઇએ.આ આપણું કામ છે, કોઇ બીજુ અન્ય રમતને વધુ સારી રીતે આગળ ન લઇ જશે અથવા તો ખેલાડીને ટોચ પર લાવી શકે. ફોરેનના કલબ ભારતમાં રસ દાખવી રહ્યાં છે તે એક સારી વાત ભૂટિયાએ જણાવી હતી.
DT/MS
Reader's Feedback: