Home» India» Governance» Vote for revenge remark cds of amit shah s hate speech sent to ec

અમિત શાહને ચૂંટણી પંચની નોટિસ, બે દિવસમાં જવાબ માંગ્યો

Agencies | April 07, 2014, 01:55 PM IST

લખનૌ :

બદલો લેવા બાબતનું નિવેદન પર નરેન્દ્ર મોદીના નજીકના સાથી ગણાતા અમિત શાહ ફરી મુશ્કેલીમાં પડી ગયા છે. આ મામલામાં શાહના નિવેદન વિરૂદ્ધ બે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. અને હવે આ આખોય મામલો ચૂંટણી પંચની સમક્ષ દાખલ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે અમિત શાહને નોટીસ પાઠવી છે. જેમાં બે દિવસમાં જવાબ માગ્યો છે.

જાણકારી મુજબ અમિતા શાહે ભડકાઉ ભાષણોની સીડી ચૂંટણી પંચને મોકલી દીધી છે અને ચૂંટણી પંચે મોદીના નજીકના સાથીના વિવાદાસ્પદ બદલા વાળી ટિકાની તપાસ કરી રહ્યા છે. વળી કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં શાહના ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધની માગ કરી છે.

આ પહેલા ઉત્તર પ્રદેશના ચૂંટણી અધિકારીઓએ મુઝફ્ફરનગરમાં શાહ દ્વારા દાખલ કરવામાં આવેલી ટીકાની સીડી અને જિલ્લા ચૂંટણી અધિકારીઓની રિપોર્ટ ચૂંટણી પંચને મોકલી દીધી. સૂત્રોએ જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ શાહના નિવદેન પર ધ્યાન આપતા જિલ્લાના અધિકારીઓની પાસેથી વિસ્તૃત રિપોર્ટ અને સીડી મંગાવી. શાહ લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર નથી. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે નિવેદન ચૂંટણી પંચના મુખ્યાલય ચૂંટણી ગૃહમાં મોકલી દેવામાં આવ્યું છે.

મુખ્ય ચૂંટણી અધિકારી ઉમેશ સિન્હાએ લખનૌમાં જણાવ્યું કે શાહના ભાષણમાં કંઈક વાંધાજનક નિવેદન હોવાને કારણે જિલ્લાધિકારીઓની તરફથી આઈપીસી અને જનપ્રતિધિત્વ કાયદાની અલગ – અલગ બંધારણીય જોગવાઈ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સિન્હાએ કહ્યું કે શાહની વિરૂદ્ધ આઈપીસીની ધારા 153 (લોકોને ઉપસાવવા) અને જનપ્રતિનિધિત્વ કાયદાની ધારા 125 (અલગ-અલગ વર્ગોની વચ્ચે દુશ્મની ઉભી કરાવવી) હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસની તરફથી આપવામાં આવી ફરિયાદ પછીછી શાહની વિરૂદ્ધ આ મામલો દાખલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે ભાજપના ઉત્તર પ્રદેશના પ્રભારી શાહ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ અલગ અલગ વર્ગની વચ્ચે દુશ્મની ઉભી કરાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના ચૂંટણી અધિકારીઓએ મુઝફ્ફરનગરમાં શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદનની સીડી અને જિલ્લા ચૂંટણી અધિકારીની રિપોર્ટને લખનૌમાં ચૂંટણી પંચને મોકલી આપી હતી.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %