Home» International» Rest of The World» Village half people blindness in ethopia

ઇથોપિયાના એક ગામમાં અડધા લોકો આંધળા થવાની અણી પર

એજન્સી | January 27, 2014, 03:56 PM IST

ડરબન :
આફ્રિકાના ઈથોપિયાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા એક ગામ કોયૂમાં જ્યારે સ્કૂલમાં સવાલ પૂછવામાં આવે કે કોઈના પરિવારમાં આંખની બીમારી છે તો એક સાથે લગભગ 20થી વધારે વિદ્યાર્થીઓના હાથ અદ્ધર થઈ જાય છે.
 
આ ગામની શાળાના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, તેની માની આંખની રોષની જતી રહી છે અને બીજી આંખમાં પણ તકલીફ છે. તે ક્યાં જઈ રહી છે તેનો પણ ખ્યાલ તેને હોતો નથી. જ્યારે બાળકો પાસેથી એવું જાણવાની કોશિશ કરવામાં આવી કે તમારામાંથી કોઈને આંખમાં દર્દ થાય છે તો કોઈ  વિદ્યાર્થીએ હાથ ઊંચો નહોતો કર્યો.
જ્યારે આ બાળકોની આંખની રોગના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે તેમની આંખોમાં બેકટેરિયાનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. આના કારણે દર વર્ષે લાખો લોકો નેત્રહીનતાનો શિકાર બને છે.
 
આ બીમારી અંગે બાળપણમાં જ ખ્યાલ આવી જાય તો તેનો ઉપચાર થઈ શકે છે. જો સમયસર તેની સારવાર ન કરવામાં આવે તો બેક્ટેરિયા એટલે કે વિષાણું સોજાનું કારણ બને છે.જે  આંખોને નુકસાન પહોંચાડે છે.
 
ઈથોપિયાના જાણીતા આઈ સ્પેશિયાલિસ્ટ વુંડ્ અલેમયહૂએ જણાવ્યું હતું કે, ટ્રૈકોમાની નામની આ બીમારીના લક્ષ્ણો બાળપણમાં ખૂબ જ ઓછા જોવા મળે છે. આ બીમારીથી પીડાતા બાળકો તેમની માતાને આ અંગે જાણ કરે છે અને જે ખતરનાક સાબિત થઈ શકે છે.
 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (વુ)ના જણાવ્યા પ્રમાણે ઈથોપિયામાં લગભગ બે કરોડ લોકો ટ્રૈકોમાથી પીડાય છે. જે પૈકી 22 લાખ લોકો નેત્રરોગની ઝપેટમાં ચડી ગયા છે, જ્યારે 12 લાખ લોકો સંપૂર્ણ રીતે દષ્ટિ ગુમાવી ચૂક્યા છે. જે વિસ્તારમાં ધૂળ અને ગરમીનું પ્રમાણ વધુ હોય તથા સાફ સફાઈનો અભાવ હોય ત્યાં આ બીમારી સવિશેષ જોવા મળે છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %