અમેરીકા સરકારે વિન્ટર ઓલિમ્પિક રમતોને ધ્યાને રાખી અમેરિકા અને અમુક વિદેશી એરલાઈન્સને રૂસમાં ઉડાન ભરતી વખતે ટૂથપેસ્ટ બોમ્બ પ્રત્યે સજાગ રહેવાની ચેતવણી આપી છે. આ જાણકારી મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે.
સમાચાર એજન્સી સિન્હુઆની રિપોર્ટ પ્રમાણે, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરીટીએ એરલાઈન્સને ટૂથપેસ્ટ ટ્યુબની તપાસમાં સજાગ રહેવાનું કહ્યું છે. ખાનગી વિભાગે તાજેતરમાં સંકેત આપ્યો છેકે તેમાં વિસ્ફોટક સામગ્રી હોઈ શકે. હવાઈ યાત્રા દરમ્યાન તેઓ ઉપયોગ બોમ બનાવા માટે થઈ શકે છે.
આ ચેતવણી અને ખાનગી સમાચાર બાબતે કોઈ વિસ્તૃત માહિતી નથી.
હોમલેન્ડ સિક્યોરીટીના એક અધિકારીએ પોતાના નિવેદનમાં કહ્યું કે વિભાગ સોચી ઓલિમ્પિક જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ સાથે સંકળાયેલ સ્થાનીય અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે પ્રાસંગિક જાણકારીઓની આપ-લે કરે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ગુરૂવારે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ પાસેથી વિન્ટર ઓલિમ્પિક રમત સંદર્ભે સુરક્ષાની જાણકારી મળી હતી. વિન્ટર ઓલિમ્પિક રમત 7મી ફેબ્રુઆરીથી સોચીમાં શરૂ થઈ રહી છે.
ઓબામાએ તેમની ટીમને રૂસી સરકાર અને અન્ય ભાગીદારોની સાથે મળીને સોચી ખેલોની સુરક્ષા સંદર્ભે કામ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે વિન્ટર ઓલિમ્પિક રમતો દરમ્યાન સુરક્ષાને અસર પહોંચાડનારી પરિસ્થિતિઓ પર નજર રાખવા તેમજ કોઈ તાજી જાણકારી પર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
RP
Reader's Feedback: