Home» » » Up policemen on duty to kill mosquitoes

મચ્છર મારતાં પોલીસવાળાં

એજન્સી | January 24, 2014, 07:12 PM IST

નવી દિલ્હી :
પોલીસ અધિકારીઓની સખત ડ્યુરી અંગે તમે વારંવાર વાંચ્યુ હશે. પરંતુ એમ કહેવામાં આવે કે પોલીસ કર્મચારીઓને મચ્છર મારવાની જવાબદારી સોંપવામાં આવી છે તો તમે શું કરશો.
ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લામાં જિલ્લા અધિકારીની ઓફિસમાં બે પોલીસાળાને માત્ર મચ્છર મારવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે.આ પોલીસ કર્મચારીઓને મચ્છર મારવા માટે બે ઈલેકટ્રોનિક રેકેટ પણ લઈ આપવામાં આવ્યા છે. સાથે જ એવો આદેશ પણ આપવામાં આવ્યો છે કે ઓફિસમાં એક પણ મચ્છર દેખાવું ન જોઈએ.
 
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારના આઈપીએસ રાજીવ રૌતેલા છે. જેમને પહેલીવાર જ જિલ્લા અધિકારીનો ચાર્જ મળ્યો છે. રાજીવ પોતાના નિવેદનો અને નિર્ણયોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ગત વર્ષે  આ ઓફિસરે શહિદોનું અપમાન કર્યું હતું અને જે પછી વિદ્યાર્થીઓએ તેનું પૂતળા દહન પણ કર્યું હતું.
 
પોલીસ કર્મચારીઓને આ રીતે મચ્છર મારવા કામે લગાડવા બદલ અલીગઢના સમાજવાદી પાર્ટીના નેતા હાજી અમીરઉલ્લાહ નારાજ છે. તેમણે કહ્યું હતું કે જિલ્લા અધિકારીના આચરણથી એવું લાગે છે કે તેઓ જનતાના સેવક નહીં પરંતુ રાજા-મહારાજા છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %