Home» Crime - Disaster» Natural Calamity» Typhoon haiyan leaves 100 dead in philippines

ફિલિપાઇન્સમાં આવેલ હૈયાનમાં 100ના મોત

એજન્સી | November 09, 2013, 11:56 AM IST

મનિલા : ફિલિપાઇન્સમાં આવેલું સૌથી પ્રચંડ ઝંઝાવાતી તોફાનમાં અત્યાર સુધીમાં 100 લોકોના મોત નિપજ્યાં છે. ફિલિપાઇન્સમાં આવેલું આ સૌથી વિનાશકારી તોફાન છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર સિવિલ એવિએશન ઓથોરીટી ઓફ ધ ફિલિપાઇન્સ (સીએએપી)એ જણાવ્યું હતું કે દેશના મધ્ય ભાગમાં 100થી  વધુ લોકોના મૃતદેહો મળી આવ્યાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિલિપાઇન્સમાં શુક્રવારે આવેલ આ વર્ષનું સૌથી તોફાની વાવાઝોડું ફૂંકાયું છે. આ ઝંઝાવતી તોફાનથી બચવા માટે સાત લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.  આ વાવઝોડા દરમિયાન 250 થી વધુ કિ.મી. પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો હતો. જ્યારે સમુદ્રમાં છ મીટર સુધી ઊંચા મોંજા જોવા મળ્યાં હતા. જેને વિજ્ઞાનિક ભાષામાં સુપર સાયક્લોન કહેવામાં આવે છે. આ તોફાની સૌથી વધુ અસર પ્રવાસીઓથી પ્રભાવશાળી એવા સમાર અને લેયતે વિસ્તારમાં પડી હતી. આ ઝંઝાવાતી તોફાનને ધ્યાનમાં શાળા-કોલેજો તથા બજાર બંધ કરાયા હતાં. જ્યારે અંદાજે 13 એરપોર્ટ બંધ કરવામાં આવ્યાં હતા જેના કારણે 400 થી વધુ ફ્લાઇટો પર તેની અસર જોવા મળી હતી. ફિલિપાઇન્સમાં દર વર્ષે 20 થી વધુ તોફાનો ફૂંકાય છે.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %