Home» Crime - Disaster» Accident» Two trains collide in sonbhadra

યુપીના સોનભદ્રમાં બે ટ્રેનની ટક્કર, 2ના મોત

એજન્સી | April 03, 2014, 10:57 AM IST

સોનભદ્ર :

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ઓબરા ડૈમની પાસે બુધવારે મોડી રાતે બે ટ્રેન વચ્ચે જબરજસ્ત અકસ્માત થયો હતો.


આ દુર્ઘટનામાં બે મુસાફરોના મોત થયા છે અને 20થી વધુને ઈજા પહોંચી છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ઓબરા ડેમ પાસે અડધી રાત્રે વારાણસી-સિંગરોલી પેસેન્જર ટ્રેનની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. સોનભદ્રમાં વારાણસી પેસેન્જર અને ચોપન કટની પેસન્જર ટ્રેન એક જ ટ્રેક પર સામસામે આવતા ટકરાઇ હતી.


અકસ્માતની જાણ થતા રાહત બચાવ કર્મચારીઓ અને રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.


બે વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા છે અને ઘાયલોને ઓબરા તાપી પરિયોજનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %