Home» Youth» Gadgets» Truecaller signs deal with tata docomo

ટ્રૂકોલરે ટાટા ડોકોમો સાથે કરાર કર્યો

એજન્સી | April 26, 2014, 02:24 PM IST

નવી દિલ્હી :
સ્વીડનની કોલર આઈડી કંપની ટ્રૂકોલરે ટાટા ડોકોમો સાથે કરાર કર્યા હોવાની જાહેરાત કરી છે. ટ્રૂકોલરનો કોઈપણ ભારતીય ટેલિકોમ કંપની સાથે પહેલું ગઠબંધન છે. આનાથી ટાટા ડોકોમોના ગ્રાહકોને ટ્રૂકોલરની સર્વિસનો વધારે ફાયદો થશે અને તેમણે મોબાઈલ ઈન્ટરનેટનો ચાર્જ નહીં ચૂકવવો પડે.
 
ટ્રૂકોલરના વાઈસ પ્રેસિડેન્ટ, ગ્રોથ એન્ડ પાર્ટનરશીપ, કે.કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે, ટ્રૂકોલર માટે ભારત મહત્ત્વપૂર્ણ બજાર છે. અમારા 5.5 કરોડ વપરાશકર્તામાંથી લગભગ ત્રણ કરોડ ભારતમાં છે. આ આંકડા ટાટા ડોકોમોની સાથે અમારી ભાગીદારીની જરૂરિયાત બતાવે છે.
 
નવા કરાર મુજબ ટાટા ડોકોમોના ગ્રાહકો 90 દિવસ સુધી ટ્રૂકોલરના પ્રીમિયમ ફીચરનો મફતમાં ઉપયોગ કરી શકશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %