Home» Youth» Hot Wheels» New maruti ciaz to focus on backseat comfort

હોન્ડા સિટી અને વેરનાને હંફાવવા મારૂતિ નવું મોડલ સિયાઝ લોન્ચ કરશે

એજન્સી | May 02, 2014, 04:06 PM IST
new maruti ciaz to focus on backseat comfort

નવી દિલ્હી :
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ પોતાની નવી સેડાન સિયાઝ રજૂઆત કરવાની તૈયારીમાં છે. આ કાર જુલાઈમાં લોન્ચ કરવામાં આવે તેવી સંભાવના છે. કંપની આ કાર દ્વારા હોન્ડાને ટક્કર આપવાની તૈયારીમાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, SX4ને વિશેષ સફળતા ન મળ્યા બાદ કંપની આ કાર બનાવવામાં લાગી હતી. આ કારમાં ડિઝાઈન અને ઈન્ટિરિયર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ કાર દ્વારા મારૂતિની સ્પર્ધા હ્યુંડાઈની વર્ના તેમજ હોન્ડાની નવી સિટી સાથે થશે.
 
આ કારની ડિઝાઈન હિસાનોરી મત્સુશિમાએ  ડિઝાઇન કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ કાર ન માત્ર સ્ટાઈલિશ હશે પરંતુ તેમાં પાછળ બેસવાનારને વધારે આરામ મળે તે હેતુથી વધુ સ્પેસ હશે. કંપનીનું માનવું છે કે જેમની પાસે ડ્રાયવર હોય તેવા લોકો આ કાર વધુ પ્રમાણમાં ખરીદશે. આવામાં પાછળ બેઠેલા લોકોને આરામ આપવાના હેતુથી આ યોગ્ય રણનીતિ છે.
 
અન્ય હરિફ કંપનીઓને ટક્કર આપવા મારૂતિએ તેના સાઈઝ અને ઈન્ટિરિયર સ્પેસ વધારે ધ્યાન આપ્યું છે. કારની લંબાઈ હોન્ડા સિટી કરતા વધારે હશે અને તેની કુલ લંબાઈ 4545 મિમી હશે. આ કારનુ ઈન્ટિરિયર મૂળ રૂપે યુરોપીય ડિઝાઈન પર આધારિત છે. 
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.96 %
નાં. હારી જશે. 18.59 %
કહીં ન શકાય. 0.45 %