Home» Youth» Hot Wheels» Hyundai xcent sedan launched at a starting price of rs 4 66 lakh

હ્યુંડાઈએ નવી કોમ્પેક્ટ સેડાન એક્સેન્ટ લોન્ચ કરી

એજન્સી | March 12, 2014, 05:35 PM IST

નવી દિલ્હી :
વાહન બનાવતી દેશની અગ્રણી કંપની હ્યુંડાઈ મોટર્સ ઈન્ડિયા લિમિટેડે એક નવું મોડસ એક્સેંટ રજૂ કરતાં જ કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં કિંમત ઘટાડવાની શરૂઆત થઈ ગઈ છે. એકસેન્ટ કારની પ્રારંભિક કિંમત રૂ. 4.66 લાખથી રૂ. 7.38 લાખ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. કંપનીનું આ મોડલ મારુતિ સુઝુકીની ડિઝાયર, હોન્ડાની અમેઝ તથા ટાટા મોટર્સની આગામી કાર જેસ્ટને ટક્કર આપશે. એક્સેન્ટ 1200 સીસી પેટ્રોલ એન્જિન તથા 1100 સીસીના ડીઝલ એન્જિનમાં ઉપલબ્ધ છે.
 
હાલ કોમ્પેક્ટ કારમાં મારુતિની ડિઝાયર અગ્રણી છે અને તેની કિંમત દિલ્હીના શોરૂમમાં રૂ. 4.85 લાખથી 7.32 લાખ વચ્ચેની છે. કંપની પ્રમણે હ્યુંડાઈ મોટરની વિશ્વસ્તરીય ટેક્નોલોજી સાથે બનાવવામાં આવેલી કાર ગુણવત્તા,ડીઝાઈન, ખૂબીઓ અંગે કાર ચલાવવાના કેસમાં નવા માપદંડ સ્થાપિત કરશે. આ મોડલની રજૂઆતથી કંપનીને આ વર્ષે વેચાણમાં નોંધનીય વધારો થવાની આશા છે. વર્ષ 2013માં કંપનીનું વેચાણ 1.2 ટકા ઘટીને 6.33 લાખ થઈ ગયું હતું.
 
કંપનીના રાકેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારતીય કાર બજારમાં તેજી માટે કોમ્પેક્ટ કારનું મુખ્ય ફાળો રહ્યો છે. આ કારનું દર મહિને લગભગ 24,000 વેચાણ થાય છે. અમને વિશ્વાસ છે કે આ વિકાસ દર જળવાઈ રહેશે અને એક્સેન્ટના પ્રવેશથી તેમાં વધુ તેજી આવશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %