(ફાઈલ ફોટો)
ભુવનેશ્વર :આરિસ્સા અને આંધ્ર પ્રદેશના તટવર્તીય વિસ્તારોમાંથી પસાર થઇ ફેલિન અંદરના વિસ્તારમાં દાખલ થઇ ગયું છે. ફેલિન અસર દેશના 7 રાજ્યોમાં રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ ચક્રવાતને કારણે ઓરિસ્સામાં અત્યાર સુધીમાં 5 લોકોના મૃત્યું થયાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ હાલમાં ફેલિનનો ખતરો લગભગ ઓછો થઇ ગયો હોવાનું જાણવા મળે છે.
ફેલિન વાવાઝોડાંને કારણે જનજીવન પર ભારે અસર જોવા મળી છે. સેના દ્વારા રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છેકે 1999માં આવેલા સુપર સાઇક્લોન પછીનું આ સૌથી ભયાનક તોફાન છે. જોકે ફેલિનને કારણે ઓરિસ્સા, ઉત્તરી આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં સતત વરસાદ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં પુરની પરિસ્થિતી ઉભી થઇ ગઇ છે.
Reader's Feedback: