Home» Business» Commerce Services» Tata sons ties up with singapore airlines

ટાટા ગ્રુપની નવી એરલાઇન્સ

Agencies | September 19, 2013, 05:14 PM IST

નવી દિલ્હી :

ટાટા સન્સ કંપનીએ એરલાઇન્સ શરૂ કરવા માટે સિંગાપુર એરલાઇન્સ સાથે કરાર કર્યા છે. જોઇન્ટ વેન્ચર મુજબ સિંગાપુર એરલાઇન્સની 49 ટકા અને ટાટા સન્સની 51 ટકા ભાગીદારી હશે. આ નવી એરલાઇન્સનો પ્રસ્તાવ એફઆઇપીબી પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે.

ટાટા સન્સની નવી એરલાઇન્સ દિલ્હીથી ઓપરેટ થશે. એરલાઇન્સનાં બોર્ડમાં ટાટા સન્સનાં 2 સભ્યો અને સિંગાપુર એરલાઇન્સનાં 1 સભ્ય હશે. નવી એરલાઇન્સનાં ચેરમેન પ્રસાદ મેનન હશે. બોર્ડમાં પ્રસાદ મેનન સિવાય મુકુંદ રાજન અને મૈક સ્વીવા પણ હશે.

નોંધનીય છે કે ટાટા સન્સ પહેલા જ મલેશિયાની એર એશિયા સાથે લૉ કૉસ્ટ એરલાઇન્સ શરૂ કરવા માટે કરાર કરી ચુકી છે. જેમાં એર એશિયાનો 49 ટકા અને ટાટા સન્સનો 30 ટકા હિસ્સો છે. એફઆઇપીબીએ આ જોઇન્ટ વેન્ચરને મંજૂરી આપી છે. ટાટાએ કહ્યુ કે નવી એરલાઇન્સ એર એશિયા સાથે હરિફાઇ નહીં કરે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %