Home» Youth» Hot Wheels» Tata motors bets on new petrol engine to boost car sales

વેચાણ વધારવા ટાટા પેટ્રોલ એન્જિન કાર બનાવશે

એજન્સી | January 21, 2014, 05:47 PM IST

નવી દિલ્હી :
ડીઝલ કાર નિર્માતા તરીકેને ઓળખમાંથી છુટકારો મેળવવા ટાટા મોટર્સે નવું પેટ્રોલ એન્જિન રેવોટ્રોન રજૂ કરી છે. ડીઝલની વધતી કિંમતોને કારણે ગ્રાહકો ફરીવાર પેટ્રોલ કાર તરફ વળતાં થયા છે. તેના કારણે કંપનીએ પોતાની રણનીતિ બદલવાનો ફેંસલો કર્યો છે. કંપનીને આશા છે કે પેટ્રોલ સેગમેન્ટમાં આ આધુનિક એન્જિનની મદદથી ટાટા મોટર્સની હાજરી બજારમાં ફરીથી મજબૂત બનશે.
 
કંપનીના પેસેન્જર વ્હીકલ બિઝનેસના પ્રેસીડેન્ટ રંજીત યાદવે જણાવ્યું હતું કે,1.2 લીટરનું ચાર સિલેન્ડર એન્જિન રેવોટ્રોન અમારા માટે રણનીતિ બદલાવ છે. અમારી શ્રેણીનું આ પ્રથમ સ્વદેશી એન્જિન છે. અમે પેટ્રોલ અને ડીઝલ બંને સેગમેન્ટમાં અમારી હાજરી વધારવા માગીએ છીએ. આમાં મલ્ટી પોઈન્ટ ફ્યૂઅલ ઈન્જેકશન ટેકનિકનો ઉપયોગ કરાયો છે. જે વધારે માઈલેજ આપશે.
 
રેવોટ્રોન સીરીઝને કાર માલિકો, વિશેષજ્ઞો તથા ડ્રાયવરોના ફીડબેકના આધારે વિકસાવવામાં આવી છે. જેના માટે તેમણે ઓસ્ટ્રિયાની ગ્લોબલ ડીઝાઈન કન્સલટેન્ટ એવીએલ, બોશ, હનીવેલ, માહલે તથા આઈએનએ જેવી કંપનીઓ સાથે પણ કામ કર્યું છે. આ એન્જિન 83.5 બીએચપીના પાવર અન 5000 આરપીએમની મદદથી જોરદાર સ્પીડ આપશે.
 
રંજીતે જણાવ્યું હતું કે, વાહન ચાલકો અમારી કારમાં વધારે પડતાં અવાજની ફરિયાદ કરે છે. તેથી રેવોટ્રોનમાં આ તકલીફ દૂર કરવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે બીએસ-4 અન સીએનજીમાં પણ કામ કરી શકશે. આનો ઉપયોગ ઈન્ડિકા તથા ઈન્ડિકા વિસ્ટામાં કરવામાં આવશે. એવું પણ માનવામાં આવે છે કે આ એન્જિન સાથે ટાટાની પહેલી કાર હૈચબેક ફાલ્કન તથા કોમ્પેક્ટ સલૂન હશે. આવતા મહિને દિલ્હીમાં યોજાનારા ઓટો એક્સપોમાં તેને રજૂ કરવામાં આવી શકે છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ઓઈલ કંપનીઓને દર મહિને ડીઝલના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપ્યા બાદ ડીઝલ કારના વિક્રેતાઓ માટે સમસ્યા પેદા થઈ  છે. ટાટા મોટર્સનું વેચાણ પણ દર ક્વાર્ટરમાં ઘટતું જાય છે. તેથી કંપનીએ રેવોટ્રોન એન્જિન પર દાવ લગાવીને બંને સેગમેન્ટ તરફ વધુ એક કદમ વધાર્યું છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %