Home» Development» Health» Swife flu cases increased

સુરતમાં સ્વાઇન ફ્લૂનો કહેર, આંકડો ચાર પર પહોંચ્યો

જીજીએન ટીમ દ્રારા | March 21, 2014, 09:31 PM IST

સુરત :

શહેરમાં આજરોજ સ્વાઇન ફ્લૂમાં વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્રમાં દોડધામ શરૃ થઇ હતી.  પાંડેસરાના ૨૮ વર્ષીય યુવાનને થોડા દિવસ સ્વાઇન ફ્લૂના ચિન્હ દેખાતાં ઉધના મગદલ્લા રોડની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં  તેનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.


સુરતમાં ચાલુ સિઝનમાં સ્વાઈન ફલુનો વધુ એક પોઝિટિવ કેસ મળી આવ્યો છે. શહેરના પાંડેસરાના એક ૨૮ વર્ષીય કામદારને સ્વાઈન ફલુની સારવાર માટે ઉધના સર્કલ પાસેની યુનિક હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જાણવા મળ્યા મુજબ દર્દી લાંબા સમયથી બીમાર હતો અને તેને તાવ સહિતની તકલીફ હતી. જેની સાથે આજે યુનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા બાદ તપાસને અંતે તે સ્વાઈન ફ્લુ પોઝિટિવ હોવાનું જણાઈ આવ્યું હતું. આ સાથે જ ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લુ પોઝિટિવનો ચોથો કેસ નોંધાયો છે. આ સંદર્ભમાં જિલ્લા એપિડેમિક અધિકારી જણાવ્યું હતું કે, સિઝન બદલાવાના સમયગાળા દરમિયાન સ્વાઈન ફ્લુ દેખા દે છે. જે મુજબ સૌ પ્રથમ વખત વર્ષ ૨૦૦૯માં સૌથી વધુ ૧૦૮ પોઝિટિવ કેસ નોંધાયા હતા. અને ત્યાર બાદ ૨૦૧૦માં ઘટીને ૭૯, ૨૦૧૧ અને ૧૨માં એક પણ કેસ પોઝિટિવ ન હતો અને ૨૦૧૩માં ૨૨ કેસ પોઝિટિવ હતા.


ચાલુ સિઝનમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ફકત ચાર કેસ નોંધાયા છે. વાસ્તવમાં સિઝનના અંત અને આરંભના સમય ગાળા દરમિયાન આ રોગ દેખાય છે પરંતુ ગયા વર્ષથી તે માર્ચમાં પરચો બતાવી રહ્યો છે. પ્રથમ વખત ૨૦૦૯ અને ૧૦માં આ રોગ શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન નોંધાયો હતો અને ત્યાર બાદ પણ તેની સિઝન બદલાતી રહી છે.

 

CP/RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %