શ્રાવણના આરંભે શિવાલયોમાં ભક્તો ઊમટ્યાં
રાજકોટ, ગોંડલ : રાજકોટનાં રામનાથ મહાદેવે ભક્તોની ભીડ
દેવાધિ દેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે રાજકોટના પણ તમામ શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. રાજકોટની માતા ગણાતી આજી નદીમાં વર્ષોથી બિરાજમાન પ્રાચીન અને સ્વયંભૂ રામનાથ મહાદેવના દર્શન કરવા માટે ભ્જક્તોની ભારે ભીડ જામી રહી છે. સ્વયંભુ દેવાધિદેવ રામનાથ મહાદેવના અલૌકિક દર્શનનો લહાવો લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
રાજકોટની લોકમાતા ગણાતી આજી નદીમાં છેલ્લા ઘણા વર્ષોથી રામનાથ મહાદેવ સ્વયંભૂ બિરાજમાન થયા છે. રામનાથ મહાદેવ પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને લોકો પોતાની મનની ઈચ્છા પૂર્ણ કરવા માટે બહોળી સંખ્યામાં આવે છે. શ્રાવણ મહિનાના શુભ શરૂઆતથી જ રામનાથ મહાદેવના દર્શન કરવા માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સવારથી જ ભક્તો દૂધ, બીલીપત્ર લઈને ભોળિયાનાથને રિઝવવા આવી પહોંચ્યા હતા અને હર હર મહાદેવના નાદથી માહોલ ગૂંજી ઉઠ્યો હતો.
દર ચોમાસામાં રામનાથ મહાદેવનું મંદિર પાણીમાં ડૂબી જાય છે ત્યારે આહલાદક નજારો જોવા મળે છે રામનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસ નિમિત્તે આખો મહિનો અનેકવિધ કાર્યક્રમો યોજાશે. શ્રાવણ માસ શરૂ થતાંની સાથે જ દુખહર્તા, સુખકર્તા રામનાથ મહાદેવના મંદિરે ભક્તો મનોકામના પૂર્ણ કરવા માટે માથું ટેકવવા આવી રહ્યા છે.
રાજાશાહી સમયના આ રામનાથ મહાદેવ મંદિરનો અનેરો મહિમા છે. આ મંદિરે ધજા ચડાવવા માટે રાજકોટ સહિત ગામેગામથી ભક્તજનો આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ગોંડલના 300 વર્ષ પુરાણા સુરેશ્વર મહાદેવ
પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થતાં ભક્તો શિવમય બની ગયા છે. ‘ઓમ નમ: શિવાય’ અને ‘હર હર મહાદેવ’નાં નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું છે. આજ વહેલી સવારથી જ શિવાલયોમાં ભાવિકોની ભીડ જામી હતી અને શ્રાવણ માસની પહેલી આરતીનો લાભ લેવા ભક્તો પહોંચી ગયા હતા. ગોંડલના સુરેશ્વર મહાદેવ મંદિરે સવારે સવા છ વાગ્યે નગારા, શંખ અને ઘંટનાં નાદ શરૂ થતાં જ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ગોંડલથી 3 કી.મીનાં અંતરે વેરી તળાવની બાજુમાં આવેલું આશરે 319 વર્ષો પુરાણું પ્રાચીન સ્વયંભૂ શિવાલય શ્રી સુરેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત છે. ગોંડલ તેમજ આસપાસના ગામોની જનતા બહોળી સંખ્યામાં શ્રાવણ માસ દરમિયાન અહીં ઉમટી પડે છે અને સમગ્ર વાતાવરણ ને ‘જય સુરનાથ’, ‘સુરેશ્વર મહાદેવની જય’ના નાદથી ભક્તિમય બનાવી દે છે. અહીં ઐતિહાસિક, ધાર્મિક તેમજ પ્રાકૃતિક સૌંદર્યનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.
અહી શ્રાવણ માસમાં નિયમિત વડપૂજા, લઘુરુદ્રનું આયોજન કરવામાં આવે છે. રાત્રે 12થી 3 તેમ જ દિવસભર અલગ અલગ આરતી ભક્તિ ચાલુ રહે છે. દરરોજ બપોરના 12 વાગ્યે શિવપૂજા થાય છે. અહીં આવવા માટે એસ.ટી.તંત્ર દ્વારા શહેરની તથા ગ્રામ્ય વિસ્તારોની પ્રજા માટે બસની સુવિધા પણ આપવામાં આવે છે.
ગોંડલના રાજવી ભગવતસિંહજી પણ નિયમિત સુરેશ્વર મહાદેવ મંદિરે દર્શને પધારતા હતા. આ પ્રાચીન શિવાલય ગોંડલના રમણીય અને પ્રાકૃતિક આનંદ આપનાર પવિત્ર સ્થળો પૈકી અનન્ય સ્થળ ગણાય છે.
JJ / DB / KP

Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 79.00 % |
નાં. હારી જશે. | 20.36 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: