સુરતીલાલાઓ ખાણીપીણીના રસિક તો છે પરંતુ હવે રમત જગત ક્ષેત્રે પણ પોતાનો રસ દાખવી રહ્યાં છે.સુરતમા 23 ફેબ્રુઆરીના રોજ એક નાઇટ મેરેથોન દોડનુ આયોજન હાથ ધરવામા આવેલ છે.આ મેરેથોન દોડના મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, દોડવીર મીલ્ખા સિંહ , શ્વેતા તિવારી તથા શ્રેયા ઘોષાલ હાજર રહેનારા છે. મનાઈ રહ્યું છે કે આ દોડમા 50 હજારથી વધુ સુરતીલાલાઓ દોડશે.
સુરત શહેરમા પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાની મેરેથોન દોડનુ આયોજન થવા જઇ રહ્યુ છે.જેમા 42 કિલોમીટરની ફુલ મેરેથોન દોડ અને 21 કિલોમીટરની હાફ મેરેથોન દોડનુ આયોજન હાથ ધરવામા આવ્યુ છે.
આ દોડનો દરેક વર્ગના સુરતીલાલાઓ લાભ લઇ શકે તે માટે દસ અને પાચ કિલોમીટરની સુરતીલાલા મસ્તી રન , હેન્ડીકેપ, તથા મંદબુધ્ધીના બાળકોની દોડ રાખવામા આવી છે.
આ મેરેથોનના મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, દોડવીર તરીકે નુ બીરુદ પ્રાપ્ત કરનાર મીલ્ખા સિંહ , ગાયક શ્રેયા ઘોષાલ તથા અભિનેત્રી શ્ર્વેતા તિવારી હાજર રહી આ મેરેથોન દોડને લીલી ઝંડી આપી ખુલ્લી મુકશે.
આ દોડમા લોકોના આકર્ષણના ભાગરૂપે પ્રી રન ઇવેન્ટસ જેમકે ફેશન એન્ડ રોક શો, ઇન્ડસ્ટ્રી રન, મેરેથોન ટીંચીગ જેવા આયોજનો પણ કરવામા આવેલ છે. તેમજ લોકો અને સુરતીલાલાઓના એન્ટરટેઇનમેન્ટ માટે ડી.જે.લાઇવ બેન્ડ, મેજીશીયન , ચીયર ગલ્સ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનુ પણ આયોજન હાથ ધરવામા આવ્યુ છે.
આ મેરેથોન દોડમા લીમ્કા બુક તથા ગીનીશ બુક ઓફ વલ્ડ રેકોર્ડની ટીમને પણ બોલાવવામા આવી છે..આટલા મસમોટા મેરેથોન દોડના આયોજનના ભાગરૂપે સુરત શહેરની ટ્રાફીક પોલીસ, હોમગાર્ડ, ટ્રાફીક બ્રીગેડ જવાનોનો ચુસ્તબંદોબસ્ત રહેશે. આ સાથોસાથ આયોજકોના 2500 થી વધુ વોલન્ટીયરો હાજર રહી બંદોબસ્ત જાળવી રાખશે, તેમજ કોઇ અઘટીત ઘટના નહિ બને તે માટે પુરતી કાળજી રાખશે.
આ નાઇટ મેરેથોનમા જે વિજેતા બનશે તે વિજેતાને રૂપિયા 15 લાખ જેટલુ મસમોટું ઇનામ આપવામા આવશે. આ પહેલા પણ સુરતમા મેરેથોન દોડ યોજાય છે. જેને અભુતપુર્વ સહકાર મળ્યો છે, ત્યારે આ મેરેથોનમા પણ સુરતીલાલાઓ દોડીને નવા રેકોર્ડ તોડે તો નવાઇ નહીં.
CP/RP
Reader's Feedback: