સુપ્રિમ કોર્ટે સાત રાજ્યોની યાદીમાં જાટ સમુદાયને ઓબીસી યાદીમાં સામેલ કરવા મુદ્દે કેન્દ્ર સરકારે બહાર પાડેલા જાહેરનામાને રદ્દ કરવાનો બુધવારે ઈન્કાર કરી દીધો છે.
સર્વોચ્ચ ન્યાયમૂર્તિ પી. સતશિવમે ઓબીસી રિઝર્વેશન રક્ષા સમિતિ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કહ્યું કે પ્રથમ નજરે તેઓ જાટ સમુદાયને ઓબીસી શ્રેણીમાં સામેલ કરવા સંદર્ભે સંતુષ્ટ છે. તેથી અમે કેન્દ્ર સરકાર તરફથી બહાર પાડેલા જાહેરનામાને રદ્દ ન કરી શકીએ. કોર્ટ હવે આ મામલે સુનાવણી 1લી મેના રોજ કરશે.
ઉલ્લેખનીય છેકે સુપ્રિમ કોર્ટ ગત મંગળવારે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. જેમાં જાટ સમુદાયને ઓબીસી શ્રેણી સામેલ કરવાના બહાર પાડેલા જાહેરનામાના વિરોધમાં અરજી દાખલ થયેલી અરજી પર કેન્દ્ર સરકારને જવાબ આપવાનો હતો.
સુપ્રિમ કોર્ટને જાટ સમુદાયને ઓબીસી શ્રેણીમાં સામેલ કરવાના નિર્ણય સંબંધિત ફાઈલ અને સામગ્રી રજૂ કરવાનો નિર્દેશ કેન્દ્ર સરકારને આપવામાં આવ્યો હત. કેન્દ્રએ 9 એપ્રિલ સુધી પોતાનો પક્ષ દાખલ કરવાનું કહ્યું હતું. નોંધનીય છેકે દેશના 9 રાજ્યોમાં ( બિહાર, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, એનસીઆર) માં અંદાજે 9 લાખ જાટ રહે છે.
RP
Reader's Feedback: