કેન્દ્ર સરકારે બ્લેક મની મામલે સુપ્રીમ કોર્ટને એક રિપોર્ટ સૌંપ્યો છે. રિપોર્ટમાં જણાવાયુ છે કે જર્મનીમાંથી ભારત સરકારેને 26 ખાતાધારકોનાં નામ મળ્યા છે. સરકારે જણાવ્યુ કે આ 26 પૈકી 17 મામલામાં તપાસ પૂર્ણ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય 8 સામે કોઇ કેસ બનતો નથી. હવે કોર્ટ ગુરુવારે નક્કી કરશે કે આ નામોને સાર્વજનિક કરવા કે નહી.
સરકારે રિપોર્ટ સાથે 2 સીલબંધ કવર પણ સુપ્રીમ કોર્ટને સોંપ્યા છે. જેમાંથી 1 કવરમાં 18 લોકોના નામ છે, જ્યારે બીજા કરવામાં અન્ય 8નાં નામ છે. જે લોકોના નામ હજુ સાર્વજનિક કરવામાં નથી આવ્યા. આ મામલે ગુરુવારે વધુ સુનાવણી થશે. જેમાં કોર્ટ એસઆઇટી બનાવવા અને નામોને સાર્વજનિક કરવા બાબતે નિર્ણય કરી શકે છે.
માનવામાં આવે છે કે સરકારે જે 26 લોકોનાં નામ કોર્ટને આપ્યા છે, તે મુંબઇ-ગુજરાતનાં વેપારીઓ અથવા તો એનજીઓનાં માલિક છે. જેમણે ખોટી રીતે જર્મનીની બેંકમાં પૈસા જમા કરાવ્યા છે.
DP
Reader's Feedback: