Home» Sports» Football» State level football tournament

રાજ્યકક્ષાની મહિલા ફૂટબોલસ્પર્ધા યોજાઇ

જીજીએન ટીમ દ્વારા | September 06, 2012, 08:52 PM IST

વડોદરા :

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી ગાંધીનગર હસ્તકની જિલ્લા રમતગમત અધિકારી અમદાવાદ દ્વારા જી.બી. પટેલ ફિઝિકલ કોલેજ, હાથીજણ ખાતે તા. 31/8/2012 થી તા.2/9/2012 સુધી રાજ્યકક્ષા સુબ્રતો મુખરજી કપ અન્ડર-17 ફૂટબોલ બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાની આ સ્પર્ધા રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમવાર યોજવામાં આવી હતી.

આ રાજ્યકક્ષાની બહેનોની સ્પર્ધામાં રાજ્યભરની 28 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. રાજ્યકક્ષાની આ ફૂટબોલસ્પર્ધામાં રાજ્યની બહેનોએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાનું ટેલેન્ટ અને ઉમદા કૌશલ્ય બતાવી ભાઇઓને ચેલેન્જ કરી છે કે “ફૂટબોલ મેં હમ કિસીસે કમ નહી” આ રાજ્યકક્ષાની બહેનોની સ્પર્ધામાં ફાઇનલ મેચ વડોદરા શહેર વિરુદ્ધ વડોદરા ગ્રામ્ય વચ્ચે રમાઇ હતી.

તેમાં વડોદરા શહેરની બરોડા હાઇસ્કૂલ, અલકાપુરી જુ-2, ની ટીમે વડોદરા ગ્રામ્યની ટીમને 2-0થી હરાવી રાજ્યકક્ષાએ વિજેતા તરીકે પ્રથમક્રમ મેળવેલ છે. બીજા ક્રમે બરોડા ગ્રામ્ય, ત્રીજા ક્રમે સુરત ગ્રામ્ય અને ચોથા સ્થાને ગાંધીનગરની ટીમ રહી હતી. તમામ ટીમોને બરોડા ડી.એસ.ઓ. તરફથી અભિનંદન આપવામાં આવ્યા હતા. વડોદરા શહેરની ટીમના કોચ તરીકે મી. એઝાઝ મિર્ઝા તથા મેનેજર તરીકે રણજિત આર.પટેલ (પી.ટી. ટીચર, બરોડા હાઇસ્કૂલ, અલકાપુરી)એ પ્રશંસનીય કામગીરી બજાવી છે.

PP/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %