જો તમે વર્ષ 2014માં હવાઈ મુસાફરી કરવાનું મન બનાવી રહ્યાં છો તો તમારી માટે સારી ખબર છે. સ્પાઈસજેટે નિશ્ચિત સમય મર્યાદા માટે ટિકીટના ભાડામાં 65 ટકા જેટલો ઘટાડો રાખ્યો છે. સ્પાઈસજેટ 19મી જાન્યુઆરીથી લઈને 15મી એપ્રિલ સુધીની યાત્રાઓ વચ્ચે ટિકીટ 65 ટકાના ઓછા ભાવે વેચશે. જેની માટે તમારે 5 જાન્યુઆરી સુધીમાં સ્પાઈસજેટની વેબસાઈટ મારફતે ટિકિટ બુક કરાવી પડશે. સ્પાઈસજેટની એર ટિકીટ 2,157 રૂપિયાથી શરૂ થશે.
ઉલ્લેખનીય છેકે ગત વર્ષે પણ સ્પાઈસજેટ દ્રારા આ પ્રકારની ઓફર મુકવામાં આવી હતી. જેમાં સારો રિસપોન્સ લોકો તરફથી મળ્યો હતો .જે વખતે કંપની દ્રારા દસ લાખ ટિકીટોને ઓછા ભાવે વેચવાની ઓફર કાઢી હતી.નોંધનીય છેકે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં રજાઓની સિઝન પૂરી થઈ ગઈ હોય છે. જેથી આ દરમ્યાન બુકિંગનું પ્રમાણ વધે તે હેતુથી સ્પાઈસજેટ આ પ્રકારની પ્રમોશનલ ઓફર શરૂ કરી છે.
RP
Reader's Feedback: