Home» Interview» Entertainment» Special interview with monica bedi

ભૂતકાળને ભૂલી નવી શરૂઆત કરવી છે: મોનિકા

Medha Pandya Bhatt | August 02, 2013, 12:06 PM IST

મુંબઈ :

ફિલ્મી દુનિયાની એક જાણીતી અભિનેત્રી અને અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમની પ્રેમિકા રહેલી મોનિકા બેદીએ પોતાની એક્ટિંગ કરિઅરની શરૂઆત ટીવીના પડદેથી કરી છે. સંજય દત્ત, સલમાન ખાન, ગોવિંદા જેવા ટોચના અભિનેતાઓ સાથે તેમની મુખ્ય નાયિકાનું પાત્ર ભજવી ચૂકેલી મોનિકા બેદી હાલ સંજય લીલા ભણશાળીની કલર્સ પર આવતી સિરિયલ ‘સરસ્વતીચંદ્ર’માં મુખ્ય હીરોની માતાનું નેગિેટવ પાત્ર ભજવતી જોવા મળે છે. પ્રસ્તુત છે ‘જીજીએન’ સાથેની તેમની સાથેની ખાસ વાતચીતના અંશ...

પ્ર : જીવનનાં એક ખરાબ પાસાંને તમે કેવી રીતે વર્ણવશો?
જ :
દરેકના જીવનમાં ખરાબ ઘટનાઓ બનવાનું નક્કી જ હોય છે. જે પહેલેથી જ એના નસીબમાં લખાયેલી હોય છે. જ્યારે આવી ઘટનાઓ જીવનમાં બને ત્યારે તમે એનો સામનો કર્યા સિવાય બીજું કશું જ કરી શકતા નથી.

પ્ર : જે કપરા અનુભવો થયા તેમાંથી પસાર થઇને, સહન કરીને ફરીથી બીજી ઇનિંગ શરૂ કરી રહ્યાં છો, પોતાના અનુભવોમાંથી શું શીખ્યા?
જ :
મને જે અનુભવ થયા છે એનાથી હું વધારે દૃઢ બની ગઇ છું અને મારામાં હિંમત પણ વધી ગઇ છે. જેલમાં લાંબો સમય પસાર કર્યા પછી ફરીથી એક્ટિંગ ક્ષેત્રે આવી રહી છે જે મારા માટે સરળ નહોતું. પણ ભૂતકાળમાં જે થઇ ગયું તેને તમે બદલી નથી શકવાના અને એટલે જ મારે હવે વધારે મજબૂત બનવું પડશે અને હું બની પણ ગઇ છું.

પ્ર : ટીવીના જ પડદા પર તમે પહેલીવાર બિગબોસમાં દેખાયા?
જ :
જેલમાં જે સમય પસાર કર્યો તે મારા માટે ખૂબ જ કપરો હતો અને એ પછી બિગબોસમાં મને જે ઓફર મળી તે મારા માટે ભગવાનનાં આમંત્રણ સમાન હતી. આજે કદાચ એના કારણે જ મને આ તક મળી છે અને હું મારા જીવનના પહેલા જેવા એક્ટિંગના સારા દિવસો ફરીથી જીવી શકીશ.

પ્ર : અત્યાર સુધી હીરોઇનનું પાત્ર ભજવનાર અભિનેત્રી એક નેગેટિવ પાત્રમાં જોવા મળશે?
જ :
અમારા માટે પાત્ર અને એક્ટિંગ બે જ વસ્તુ મહત્વની હોય છે. મને ખૂબ જ સારા ડાયરેક્ટર સાથે કામ કરવાની સારી ઓફર મળી અને મેં તે ઝડપી લીધી. હવે દર્શકો મને રોજ જોઇ શકશે. નેગેટિવ કે પોઝિટિવ પાત્ર એવું કશુંય હોતું નથી, તમે તમારું કામ સારી રીતે કરો તો તમને સફળતા તો નેગેટિવ પાત્રમાં પણ મળી જ શકે છે.

MPB / KP

Medha Pandya Bhatt

Medha Pandya Bhatt

(લેખિકા ફ્રીલાન્સ જર્નાલિસ્ટ અને ફિલ્મ ક્રીટિક છે.)

More...

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %