Home» Interview» Entertainment» Special interview with aishwarya sakhuja

હું એક્ટિંગને એન્જોય કરું છું: ઐશ્વર્યા સખુજા

Medha Pandya Bhatt | July 02, 2013, 04:37 PM IST

અમદાવાદ :

સોની ટીવી પર આવતી સિરિયલ સાસ બિના સસુરાલમાં ટોસ્ટીના પાત્રથી લોકપ્રિયતા મેળવનારી ઐશ્વર્યા ઘણા સમય પછી સ્ટાર પ્લસ પર નચ બલિયે શ્રીમાન-શ્રીમતીમાં હોસ્ટ તરીકે જોવા મળી છે. ઊટીના એક પંજાબી અને ફૌજી કુટુંબમાંથી આવતી ઐશ્વર્યાએ દિલ્હીની હિન્દુ કોલેજમાંથી અંગ્રેજી વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. આર્મીની બ્યુટી કોન્ટેસ્ટમાં ક્વીન બોલ જીત્યા પછી તેણે વર્ષ 2006માં મિસ ઇન્ડિયા કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ મોડલિંગ કર્યું. ઐશ્વર્યા છેલ્લા કેટલાય સમયથી કોઇ સિરિયલ કે શોમાં જોવા મળી નહોતી. પોતે લીધેલા બ્રેક અંગેની કેટલીક વાતો ઐશ્વર્યાએ ‘જીજીએન’ સાથે શેર કરી...

પ્ર: સાસ બિના સસુરાલ પછી તે ઘણો લાંબો બ્રેક લીધો, શું આ બ્રેક નોનસ્ટોપ કામ પછીના આરામ માટે હતો?
ઉ: મારી તબિયત અને થોડીક પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે મારે લાંબો સમય બ્રેક લેવો પડ્યો. જોકે હવે હું કામ કરવા માટે તત્પર છું.

પ્ર: જાણવા મળ્યા મુજબ તને તારી હેલ્થને લઇને વધારે મુશ્કેલીઓ હતી, શું હવે બધુ બરાબર છે?
ઉ:
ટચવુડ. હા, હવે બધુ જ બરાબર છે. હું હવે સ્વસ્થ છું.

પ્ર: સાસ બિના સસુરાલની સિઝન 2 શરૂ થશે તેવી અફવાઓ હતી અને તું અન્ય કોઇ શો કરવાની હતી જેના લીધે તે બંધ રહ્યો. આ અફવાઓનો ખુલાસો આપીશ?
ઉ:
હું પોતે પણ ઇચ્છું કે સાસ બિના સસુરાલ સિઝન 2 શરૂ થાય પણ એ વાત અશક્ય છે. બીજું કે હું સોની ટીવીના જ અન્ય એક શોમાં કામ કરવાની હતી પણ કેટલાક કારણોસર તે શો પણ બંધ રહ્યો.

પ્ર: તું ફિલ્મો કરી રહી છો એવી અફવા પણ સાભળી છે. શું તુ બોલિવૂડમાં જઇ રહી છો?
ઉ: મને એવું લાગે છે કે હું જ નહીં દરેક વ્યક્તિ બોલિવૂડમાં જવા પ્રયત્ન કરે છે અને જો તક મળે તો દરેકને ફિલ્મોમાં કામ કરવાનું ગમશે. જો મને કોઇ સારી સ્ક્રીપ્ટ મળશે તો હું જરૂરથી ફિલ્મ કરીશ. હું માનું છું કે આ એક જ માધ્યમ સફળ થવા માટે નથી પરંતુ વસ્તુની ગુણવત્તા મહત્વની હોય છે. ટીવી હોય કે ફિલ્મ હું મારું કામ સારી રીતે કરવાનો પ્રયત્ન કરતી રહીશ.

પ્ર: ટોસ્ટી જેવા લોકપ્રિયતા મેળવનાર પાત્રને ભજવ્યા પછી હવે તને કેવો રોલ કરવાનું ગમશે?
ઉ:
મને ખબર નથી કે ટોસ્ટી તરીકે જોયા પછી લોકો મને કોઇ અન્ય પાત્રમાં જોવાનું પસંદ કરશે કે નહીં પણ હું માનું છું કે આપણા ટેલિવૂડમાં મોટાભાગની સિરિયલો વહુ પર જ આધારિત હોય છે. મને ફરીથી વહુનું પાત્ર ભજવવાની તક મળે તો મને કોઇ વાંધો નથી પણ હું તેનાથી કંઇક અલગ પાત્ર પણ ભજવવા માગીશ. હવે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી સારી સ્ક્રીપ્ટ લખાય છે. આ જે બધા ફેરફાર થાય છે તે ખરેખર સારા છે.

પ્ર: થોડા સમય પહેલા તું લાઇફ ઓકે પરના વેલકમ શોમાં પણ જોવા મળી હતી. તે શોનો અનુભવ કેવો રહ્યો?
ઉ:
ખૂબ જ સરસ હતો. રિયાલીટી શોમાં ભાગ લેવો તે એક અલગ જ બાબત છે. જો કે મેં તો તેને વેલકમ તરીકે જ એન્જોય કર્યો હતો. મારા માટે આ શો એક એવી જગ્યા હતી કે જેના દ્વારા હું મારી રીયલ લાઇફથી કટ ઓફ નથી થઇને તેનો મને પરિચય થયો. આ શો દ્વારા જ મને શીખવા મળ્યું કે હું કોઇપણ રિયાલીટી શો કરી શકું એમ છું.

પ્ર: ઐશ્વર્યા તેના જીવનના પાછલા પાંચ વર્ષને કઇ રીતે વર્ણવશે?
ઉ:
મેં એક્ટિંગને ખૂબ એન્જોય કરી છે અને મેં મારી જાતને મારા કામ માટે એન્જોય કરતા જોઇ છે. ખૂબ સફળ થઇ છું, દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે, ખૂબ પ્રસિદ્ધ થઇ છું. સાચું કહું તો જીવનમાં કરિયર અને મહત્વકાંક્ષા સિવાય બીજુ કંઇ જ નથી. મારા કામ સિવાય મારા માટે શાંતિ, સુખ અને પ્રામાણિકતા પણ ખૂબ મહત્વના છે.

પ્ર: નચ બલિયે શ્રીમાન-શ્રીમતીમાં હોસ્ટ તરીકેના અનુભવ વિશે જણાવ. શું આના માટે તે ટ્રેનિંગ લીધી છે?
ઉ:
ખૂબ જ એન્જોય કરી રહી છું. એક્ટિંગનો થોડો ભાગ છે પણ રિયાલીટી સાથે વધારે જોડાયેલું હોય છે. મારા માટે આ એક અલગ જ અનુભવ છે. જોકે મારે તેની કોઇ ખાસ ટ્રેનિંગ નથી લેવી પડી પણ થોડીઘણી તૈયારીઓ કરવી પડી છે. સાથે જ ટેલિવૂડના ઘણા મિત્રોને મળવાની તક મળી છે. આવા શો દરેક એક્ટરમાં છૂપાયેલા ટેલેન્ટને બહાર લાવે છે. જે જરૂરી છે.

પ્ર: શું ઐશ્વર્યા ટોસ્ટીની ઇમેજમાં બંધાઇ તો નથી ગઇને? હવે પછી તું ક્યા શોમાં દેખાઇશ?
ઉ:
(હસીને)...ના. હું પહેલા ઐશ્વર્યા જ છું અને એ જ રહીશ. હું પોતાને પણ એક નવા પાત્રમાં ઢાળવા તૈયાર છું પણ અત્યારે હું નચ બલિયેમાં મારા કામને એન્જોય કરવા માગું છું. જોકે એટલું કહું કે કદાચ તમે ટૂંક સમયમાં મને નવી ઇમેજમાં જોઇ શકશો.

MPB / KP

Medha Pandya Bhatt

Medha Pandya Bhatt

(લેખિકા ફ્રીલાન્સ જર્નાલિસ્ટ અને ફિલ્મ ક્રીટિક છે.)

More...

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %